‘ફરી એક વખત’ ઝેડ પ્લસ સુરક્ષા પર સવાલ: અવાર-નવાર બનતી ઘટનાઓ છતા તંત્ર બેફિકર...
હસિત ઝાખરિયા-દ્વારકા
યાત્રાધામ દ્વારકાનાં જગતમંદિરની સુરક્ષાને લઇને ફરી એક વખત સવાલ ઉભા થયા છે. એક યુવકે મંદિર પરિસરમાં બનાવેલી સેલ્ફી સ્ટાઈલ વિડીયો રીલ સોશ્યલ મિડીયામાં વહેતી થતા સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી ફરી ‘વાયરલ’ થઇ છે.
ઝેડ પ્લસ સિક્યુરીટી ધરાવતા જગત મંદિરમાં મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ પ્રતિબંધિત હોવા છતા કેવી રીતે આ ઘટના બની એ તપાસનો વિષય બને છે. દરેક દર્શનાર્થી નું ચેકીંગ થાય છે પછી જ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવે છે તો આવું કેવી રીતે થઇ શકે? સિક્યુરિટી સાથે સંકળાયેલ કોઇ વ્યક્તિ કે સત્તાવાળાઓની મિલીભગતની આશંકા પણ ઉદ્દભવે એ સ્વાભાવિક છે, સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઇને તપાસ થાય એ જરી છે અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે એવી માંગ ઉઠી છે.
અવાર-નવાર બનતી ઘટનાઓ છતા તંત્ર બેફિકર...
દ્વારકાનાં જગતમંદિરે નિયમભંગની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે. ઘણી વખત ડ્રોન વિડીયો પણ સામે આવતા ખળભળાટ થયો છે. તેમજ મંદિર પરિસરમાં મોબાઇલનાં ઉપયોગને સાબિત કરતાં વિડીયો અગાઉ પણ વહેતા થયા છે. સમગ્ર ઘટનાક્રમ ફરી એક વખત મંદિરની સુરક્ષામાં ચૂક કે બેદરકારીને દશર્વિે છે. આ વખતે સચોટ તપાસ અને ઉદાહરણપ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. તંત્ર ક્યારે જાગે છે એ જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech