આજે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના રાષ્ટ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો નરેન્દ્ર મોદીના દરબારમાં ઉપસ્થિત થશે: આવતીકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર થવાની પુરી સંભાવના: ગુજરાતનો સમાવેશ પ્રથમ યાદીમાં ન પણ હોઇ શકે
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા વિદ્યુત ગતિએ પ્રક્રિયાઓ આગળ ધપાવવામાં આવી છે અને આજે રાષ્ટ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જામનગર સહિત ગુજરાતની બેઠકોના ઉમેદવારો માટેની પેનલ રજૂ કરી દેવામાં આવશે, સંભવત આવતીકાલે લોકસભા માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પણ પુરેપુરી સંભાવના છે અનેક અટકળો અને અનુમાનોનો આ સાથે અંત આવી જશે, યાદીનો બેચેનીથી ઇન્તેજાર એટલા માટે છે, કારણ કે ભાજપ દરેક વખતે પોતાના અલગ નિર્ણયો લઇને બધાની ગણતરી ઉંધી પાડતું રહ્યું છે, આ વખતે શું થશે એ તો યાદી સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થઇ શકે.
છેલ્લા બે-ત્રણ દિવસની અંદર તમામ જિલ્લાઓમાં સેન્સ લેવાઇ ગઇ, એ પછી દરેક જિલ્લાની ગાંધીનગર ખાતે સંકલન સમિતિ મળી ગઇ અને ગુજરાતની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પણ યુઘ્ધના ધોરણે બોલાવી લેવામાં આવી જયાં જે તે જિલ્લાના નિરીક્ષકો પાસેથી નામ મેળવીને ખુદ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા દરેક જિલ્લા માટે ત્રણ કે ચાર નામની પેનલ બનાવી લેવામાં આવી છે જે આજે ભાજપની રાષ્ટ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ ગુજરાત તરફથી રજૂ કરી દેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અઘ્યક્ષ જે.પી.નડ્ડા અને દરેક રાજયના મુખ્યમંત્રીઓ તથા નકકી કરેલા રાષ્ટ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ દરેક રાજય તરફથી આવેલા નામ પર વડાપ્રધાન સહિતની ટીમ આખરી મહોર લગાવશે.
અત્રે નોંધનીય છે કે, જામનગરની બેઠક માટે ગુજરાતની પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે પેનલ બનાવવામાં આવી છે તેમાં વર્તમાન સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ અને માજી ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાનો સમાવેશ છે, આ તમામ નામો અથવા આ સિવાયના કોઇ નામ રાષ્ટ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે કે કેમ ? એ તો ગુજરાતની પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો પર જ આધારીત છે.
ગાંધીનગરનો અહેવાલ
લોકસભા ૨૦૨૪ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા, તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે ગઈકાલે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રભારી રત્નાકર અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જઈને ગુજરાતની તમામ બેઠકોનો અહેવાલ આપી ચૂક્યા છે ગઈકાલે મોડી રાત્રે પરત ફરેલા આ તમામ આગેવાનો ગુજરાતની તમામ બેઠકોના દાવેદારોની પેનલો હાઈ કમાન્ડ ને સોંપી ચૂક્યા છે હવે મોદી શાહની જોડી આ સિવાય કોઈ નવા નામ જાહેર કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે કારણ કે ગુજરાત પ્રદેશ માળખા અને વિધાનસભાની ચૂંટણી બાદ સનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નો રિપીટેશન ીયરીને લઈને આ વખતે પણ કંઈક નવું જ ાય તેવા સંકેત મળી રહ્યા છે.
બિન સત્તાવાર સુત્રોમાંી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાંી એક મહિલાને અને મધ્ય ગુજરાતમાંી એક પુરુષ સાંસદને ભાજપ તક આપશે તો અમિત શાહ અને પાટીલનું ફરી ચૂંટણી લડવાનું નક્કી જ છે તો ૨૦ જેટલા સાંસદોને ઘરે બેસાડવાનો તખ્તો તૈયાર ઈ ચૂક્યો હોવાનું પાટનગરમાં ચર્ચાય રહ્યું છે.
ભાજપના સૂત્રોમાંી મળતી માહિતી અનુસાર વિધાનસભા ૨૦૨૨ અને રાજ્યસભાની ચૂંટણીની માફક લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહ મંત્રી અમિત શાહ ની જોડી સંગઠનમાં સનિક સ્તરે કરેલા નામોની કોઈ ચર્ચા જ ન હોય તેવા યુવાન ચહેરાઓનો ઉમેદવાર તરીકે જાહેર કરીને લોકોને ચૂકાવી શકે છે આ વખતે ભાજપની ૨૬ માંી ૨૦ બેઠકો પરના સાંસદોને ઘરે બેસાડવામાં આવે તે વાત નક્કી છે.
દિલ્હીમાં આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાનાર છે ત્યારબાદ પ્રમ સો ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાતની ચાર બેઠક ના નામો જાહેર ઈ જશે. તે પૂર્વે ગઈકાલે ગુજરાતની ૨૬ બેઠકો માટે તૈયાર કરવામાં આવેલી પેનલ પર ભાજપના હેડ ક્વાર્ટર ખાતે ચૂંટણી સમિતિ સમક્ષ દાવેદાર ઉમેદવારો અને વિસ્તારોની ચર્ચા કરવામાં આવી હતી હવે આખરી નિર્ણય આજે લેવાઈ જશે આમ પ્રમ યાદી જાહેર વાનું કારણ શરૂ ઈ ચૂક્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMસગીરાના ખોટા જન્મના દાખલા બનાવનાર ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતો શખ્સ ઝડપાયો
November 18, 2024 03:57 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech