ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દસ ગ્રામ સોનાની કિંમત ૯૦,૦૦૦ સુધી પહોંચવાની આગાહી

  • November 20, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નની સિઝન ચાલી રહી છે. સોના–ચાંદી બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. હમણાની તારીખોને બાજુ પર છોડી દેવામાં આવે તો તેના પહેલા ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણોસર પણ લોકોએ સોનું ખરીદવામાં રસ દાખવ્યો હતો. પરંતુ, હવે વેલરી ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર છે. ગોલ્ડમેન શાસના રિપોર્ટ અનુસાર સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.જેના પગલે ભારતીયો ની ચિંતા વધી છે, ખાસ કરીને એવા પરિવારોની કે જેમને ત્યાં આવનારા સમયમાં લ લેવાનાર છે. સોનામાં કેન્દ્રીય બેન્કોના વધતા વ્યાજના લીધે સોનું આસમાને પહોચશે.ગોલ્ડમેન શાસએ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દસ ગ્રામ સોનાની કિંમત ૯૦,૦૦૦ સુધી પહોંચવાની આગાહી કરી છે. આ અંદાજ પાછળનું મુખ્ય કારણ સોનામાં કેન્દ્રીય બેંકોનું વધેલું વ્યાજ છે.
સોનાના ભાવ અંગે ગોલ્ડમેન શાસનું કહેવું છે કે આવતા વર્ષે કેન્દ્રીય બેંકો દ્રારા ખરીદી અને અમેરિકન વ્યાજદરમાં ઘટાડાથી સોનું રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ગોલ્ડમેન શાસએ ૨૦૨૫ના ટોચના કોમોડિટી ટ્રેડમાં સોનાનો સમાવેશ કર્યેા છે.સોનાનો ભાવ વધવાના અંદાજ પાછળનું મુખ્ય કારણ સોનામાં કેન્દ્રીય બેંકોનું વધેલું વ્યાજ છે. જો કે આ વર્ષે પણ સોનું બહત્પ સસ્તું નથી થયું. છેલ્લા કેટલાક દિવસોના ઘટાડાને બાજુ પર મૂકીએ તો સમગ્ર વર્ષ દરમિયાન સોનાના ભાવમાં વધારો જ જોવા મળ્યો છે.ગોલ્ડમેન શાસનું કહેવું છે કે ટ્રમ્પ વહીવટીતત્રં પણ સોનાના વધતા ભાવને સમર્થન આપી શકે છે. આ સિવાય વધતા વેપાર તણાવ અને અમેરિકાની નાણાકીય સ્થિતિને લઈને વધતી ચિંતાઓને કારણે પણ સોનાના ભાવ વધી શકે છે. હાલમાં, હાજર સોનાની કિંમત દસ ગ્રામના ૭૫,૦૦૦ આસપાસ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application