ગુજરાતના 10 શહેરોમાં 40 થી 42 ડિગ્રી તાપમાન, 24 એપ્રિલે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પછી ગરમીમાં રાહતની શક્યતા

  • April 22, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉચે ચડવાનું શરૂ થયું છે. એકાદ સપ્તાહ સુધી ગરમીનો રાઉન્ડ રહેવાની શક્યતા હતી પરંતુ હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નાબૂદ થવાથી ગરમી વધી છે. પરંતુ આગામી તારીખ 24 થી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયન રિજીયનને અસર કરે તેવી રીતે ઉદભવી રહ્યું છે. આ સિસ્ટમની અસરના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી ગરમીનું પ્રમાણ ઘટવાની આશા છે.


ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે રાજ્યના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી નોંધાયું છે, રાજકોટમાં 42 સુરેન્દ્રનગરમાં 41.2 કેશોદમાં 40 અમરેલીમાં 41.6 કંડલા એરપોર્ટ પર 41.2 ભુજમાં 41.1 વડોદરામાં 40 વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ગાંધીનગરમાં 40.5 અને અમદાવાદમાં 40.7 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું આજથી આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં હજુ વધારો થશે પરંતુ ત્યારબાદ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના કારણે ગરમી ઘટશે તેવી આશા છે.​​​​​​​


ભેજવાળા વાતાવરણની ચેતવણી આપવામાં આવી

ગુજરાત ઉપરાંત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ ઓડીસામાં હીટ વેવ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બિહાર ઝારખંડ ગોવા મરાઠાવાડ કેરલા તમિલનાડુ પોંડીચેરી આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપવામાં આવી છે.


એકબાજુ ગરમી વધી રહી છે

એકબાજુ ગરમી વધી રહી છે તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીર લદાખ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ તામિલનાડુ કેરલા આંધ્ર પ્રદેશ કર્ણાટક સહિતના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે તેનું જોર હવે ઘટી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application