લાયન્સ ક્લબ ખંભાલિયાના આગામી લાયન વર્ષ 2024- 2025 ના હોદેદારોનો શપથવિધિ સમારંભ આગામી રવિવાર તારીખ,7 / 7/ 2024 ના રોજ સાંજે છ કલાકે ભગવતી મેરેજ હોલ ખાતે યોજવામાં આવેલ છે...
આગામી લાયન વર્ષના પ્રમુખ ડોક્ટર, સાગરભાઇ ભૂત સેક્રેટરી તરીકે પરબતભાઈ ગઢવી તેમજ ટ્રેઝરર તરીકે હાડાભા જામ, તથા ઉપપ્રમુખ તરીકે, એભાભાઇ કરમુર, યોગેશભાઈ મોટાણી તેમજ ડો. અમિતભાઈ નકુમ અને તેઓની ટીમને, લાયન્સ ક્લબ ખંભાળિયાના સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર ધીરેનભાઈ બદીયાણી શપથવિધિ સમારંભઅધિકારી તરીકે ઉપસ્થિત રહી હોદાના શપથ ગ્રહણ કરાવશે,
આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગને યાદગાર બનાવવા તારીખ 7-7-2024 ને અનુલક્ષી, સાત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વર્ષનો શુભારંભ કરવા સર્વે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે,
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જામનગર - દેવભૂમિ દ્વારકા ના સાંસદ,પુનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા ના જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, ભારતીય જનતા પાર્ટીના દેવભૂમિ દ્વારકા ના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, તેમજ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી ખાસ ઉપસ્થિત રહેશે, સંસ્થામાં નવા જોડાઈ રહેલા સભ્યોને શપથવિધિ પરેશભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech