સ્ટર્લિંગ હોસ્પીટલના પેટ-આંતરડાના નિષ્ણાંત ડૉ. મયુર વાઘેલા જામનગરમાં, શનિવારે સવારે 11 થી 1 શહેરમાં મળી શકશે
ડૉ. મયુર વાઘેલા 22 વર્ષનાં બહોળા અનુભવ સાથે પેટ - આંતરડાની જટીલ સર્જરી, લેપ્રોસ્કોપીક સર્જરી, ટ્રોમા સર્જરીમાં આગવુ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.
તેમણે MBBS તથા MS (જનરલ સર્જરી)ની ડિગ્રી ગુજરાતની ખ્યાતનામ એમ.પી.શાહ મેડિકલ કોલેજ (જામનગર) ખાતેથી મેળવેલ છે.તેમજ મિનિમલ ઈનવેઝીવ સર્જરી તથા લેપ્રોસ્કોપીક સર્જરીની ફેલોશીપ અમદાવાદ તથા ઔરંગાબાદથી કરેલ છે.
તેમણે 10 વર્ષ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં કન્સલ્ટન્ટ સર્જન તથા આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામગીરી બજાવેલ છે.
તેમજ હાલ છેલ્લા 12 વર્ષથી તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ ખાતે જી.આઈ., લેપ્રોસ્કોપીક, પ્રોકટોલોજીસ્ટ તથા ટ્રોમા સર્જન તરીકે ફરજ બજાવે છે. તેમજ આ પ્રકારની જટિલ સર્જરીઓ સફળતા પૂર્વક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
પેટ - આંતરડાની જટીલ સર્જરીઓ, છાતીની જટિલ સર્જરીઓ, ગનશોટ કે પોલીટ્રોમા સાથે જટીલ સર્જરી, પાઈલ્સ, ફીશર તથા કોમ્પ્લેક્ષ ભગંદરની સર્જરીઓ, બર્ન્સ ટ્રોમા તેમજ પ્લાસ્ટીક સર્જરી સાથે સંકળાયેલી સર્જરીઓમાં ડૉ. મયુર વાઘેલા ખાસ રૂચિ ધરાવે છે. તેઓએ અત્યાર સુધીમાં 20,000 થી વધુ વિવિધ પ્રકારની જટીલ સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
હાલમાં તેઓએ સૌરાષ્ટ્રના બેસ્ટ લેપ્રોસ્કોપીક અને ટ્રોમા સર્જનનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત ડૉ. મયુર વાઘેલા 3000 જેટલા વિદેશી દર્દીઓને પણ વિવિધ સર્જરીઓ દ્વારા ઉત્તમ સારવાર આપવાનો બહોળો અનુભવ ધરાવે છે. જેમાં લંડન, નેપાળ, બાંગ્લાદેશ, આફ્રીકા અને દુબઇના ઘણા દર્દીઓનો સમાવેશ થાય છે.
રાજકોટની જાણીતી સ્ટર્લીંગ હોસ્પિટલ્સ,રાજકોટના પેટ અને આંતરડાના નિષ્ણાંત ડૉ. મયુર વાઘેલા તા.23-03-2024 શનિવારે જામનગર ખાતે મળી શકશે. સૌરાષ્ટ્રના જાણીતા પેટ, આંતરડાના નિષ્ણાંત ડોકટર મયુર વાઘેલા (જીઆઈ, લેપ્રોસ્કોપી અને ટ્રોમા સર્જન) જામનગરની જાણીતી ઈમેજ પોઇન્ટ ડાયગ્નોસ્ટીક પહેલો માળ, અમરીશ કોમ્પલેક્ષ, ઈન્દિરા માર્ગ, જામનગર ખાતે સવારે 11 થી 1 દરમ્યાન શનિવારના રોજ મળી શકશે.
ડૉ. મયુર વાઘેલા ખાસ કરીને સારણગાંઠ, પિતાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બિમારી, હરસ, મસા, ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠના સ્પેશ્યાલીસ્ટ છે, અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. મયુર વાઘેલા જામનગરની જી.જી. હોસ્પીટલમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે, ખાસ કરીને જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીઓને રાજકોટ સુધી જવું ન પડે તેવા હેતુસર તેઓ શનિવારે જામનગર ખાતે આવશે, દર્દીઓએ નામ લખાવવા તેમજ વધુ વિગત માટે +91 95740 00696 નો સંપર્ક કરવો.