ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને કરાયા સન્માનિત
એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે ડીન ડો.નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો.વિજય પોપટનાં માર્ગદર્શન હેઠળ સ્પોટ્ર્સ ફેલીસીટેશન ફીએસ્ટા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પધર્મિાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવેલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પધર્મિાં એમ.પી.શાહ મેડિકલ કોલેજ દ્વારા 10 જેટલી વિવિધ ખેલ સ્પધર્ઓિમાં અંદાજે 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ તથા 7 વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી (નેશનલ) માટે પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ, જે બદલ આ સૌ વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.
વિદ્યાર્થીઓમાં રમત-ગમતનું મહત્વ વધે તથા તેઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસો સાથે આગળ વધવા ડીન તથા ફેકલ્ટી ડીન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ તથા સાંસદ પુનમબેન માડમે પણ શુભેચ્છા સંદેશ મારફત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે કરશન ઘાવરી, અરવિંદ પુજારા, કેતન પારેખ, જયપાલસિંહ જાડેજા, નરેન્દ્ર રાયઠઠા, સહદેવસિંહ ચુડાસમા, ચંદ્રશેખર બક્ષી, ચંદુભાઈ વાઘેલા, જય શુક્લા, નરેન્દ્ર, ભુપેન્દ્ર બકરાણીયા વગેરેની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech