તા.૨૫-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ, જામનગર તાલુકાના સચાણા ગામ મુકામે રવરાય માતાજીના સાનિઘ્યમં સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આાવેલ છે.
આ ધાર્મિક કાર્ય ઠુંગા પરિવાર દ્વારા આસપાસના ગામો ખીરી, બાલાચડી, ખીજડીયા, જાંબુડા, રામપર, હડિયાણા, કુનળ વગેરે ગામમાં વસવાટ કરતા લોકોને કથાનું રસપાન તથા મહાપ્રસાદ મટે જાહેર અનુરોધ કરવમાં આવ્યો છે. આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ ઝાંઝાવડા દેવની જગ્યાના મહંતશ્રી ઘનશ્યામપૂરી બાપુ, દ્વારકા મુળાબાપની જગ્યાના મહંત બાલારામ ભગત તથા નકળંગ ધામ તોરણીયનાા મહંત રાજેન્દ્રદાસબાપુ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત ભરવાડ સમાજની જુદી જુદી ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તથા સમાજના અગ્રગણ્ય બહોળી સંખ્યામાાં હાજરી આપશે. આ ભાગવત કથાના મુખ્ય વ્યાસપીઠેથી કૌશિકભાઇ ભટ્ટ (રાણસિક્કીવાળા-ગોંડલ) શ્રોતાઓને સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી ૬ કલાક સુધી કથાનું રસપાન કરાવશે. તદુપરાંત આ ભાગવત સપ્તાહ દરમ્યાન લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૨૮-૪-૨૦૨૪ રાત્રીનાં ૯ કલાકે ગુજરાત સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગાયિકા રશ્મીતાબેન રબારી તથા તા.૩૦-૪-૨૦૨૪ને રાત્રે ૯ કલાકે ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સચાણા મઢના ભુવા મચ્છાભાઇ ખોડાભાઇ ઠુંગા, ઉકાભાઇ ઠુંગા, કમાભાઇ ઠુંગા, મચ્છાભાઇ ઠુંગા, કરણાભાઇ ઠુંગા, નાથાભાઇ ઠુંગા, મેપાભાઇ ઠુંગા, વગેરેના માર્ગદર્શન હેઠળ પરિવારના કાર્યકરમિત્રો હિતેશભાઇ ઠુંગા, ભાવેશભાઇ ઠુંગા, ભાણાભાઇ ઠુંગા, સામતભાઇ ઠુંગા, રઘુભાઇ ઠુંગા, લાલાભાઇ ઠુંગા, વિજયભાઇ ઠુંગા, રવાભાઇ ઠુંગા, બાવાભાઇ ઠુંગા, કાનાભાઇ ઠુંગા, ડાયાભાઇ ઠુંગા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભાગવત સપ્તાહનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.