તા.23 ઓગષ્ટ સુધી ઓવરબ્રિજની કામગીરીને કારણે મ્યુ.કમિશ્નરે જાહેર નોટીસ બહાર પાડી: ભારે વાહનો અને એસ.ટી.બસને સમર્પણ બાયપાસ પર વાળવામાં આવે તો ટ્રાફિકમાં ઘટાડો થઇ શકે
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ફલાય ઓવરબ્રિજ ા.196 કરોડના ખર્ચે બની રહ્યો છે, ડીસેમ્બર સુધીમાં કદાચ આ કામ પુર્ણ થાય તેવી શકયતા છે ત્યારે આજથી સાતરસ્તાથી ગુદ્વારા સુધીનો રસ્તો બંધ કરવા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જાહેર નોટીસ બહાર પાડી છે, જેથી શહેરના મુખ્ય ગણાતા ગૌરવ પથ ઉપર ટ્રાફિક સમસ્યા વધશે, આજથી 49 દિવસ સુધી સાતરસ્તાથી ગુદ્વારા સુધીનો રસ્તો બંધ રહેવાનો હોય ટ્રાફિકમાં પણ સારી એવી મુશ્કેલી પડવાની શકયતા છે.
આ જાહેર નોટીસમાં જણાવ્યુ છે કે જામનગર મહાપાલીકાની હદમાં સાતરસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાયઓવરબ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત સાતરસ્તા સર્કલથી ગુદ્વારા જંકસન સુધી જાડા બિલ્ડીંગથી ગુદ્વારા સર્કલ તરફનો રોડ, ગુદ્વારા જંકસન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ, સાતરસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પીટલ સુધી લેફટ સાઇડના કનેકટીંગ સ્લેબ, સેન્ટર ભાગના પિયર કેમ્પની કામગીરી કરવાની હોય તેના અનુસંધાને આ રસ્તો બંધ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે અને હુકમનો ભંગ કરનારા સામે બીપીએમસી એકટ 1949ની કલમ 392 અનુસાર દંડની કાર્યવાહી કરાશે.
આ જાહેર નોટીસમાં જણાવાયું છે કે, સાત રસ્તા સર્કથી ગુદ્વારા જંકસન સુધીનો મુખ્ય માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે વાલ્કેશ્ર્વરીનગરી, આદર્શ હોસ્પીટલવાળા રોડથી વાલકેશ્ર્વરીનગરી ફેસ-2 અને ફેસ-3ના તમામ રસ્તા મંગલબાગ અને સ્વસ્તીક સોસાયટીથી જી.જી. હોસ્પીટલ તરફનો રોડ, વાલકેશ્ર્વરીનગરી ફેસ-3, નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે આમ સાત રસ્તાથી ગુદ્વારા તરફ જતા વાલ્કેશ્ર્વરી નગરીના તમામ આંતરીક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ગુદ્વારા જંકસનથી સાત રસ્તા માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ગુદ્વારા જંકસનથી લાલબંગલા થઇ સાત રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રહેશે તેમજ ગુદ્વારા જંકસનથી નંદ ટ્રાવેલ્સ સુધીનો રસ્તો પણ ખુલ્લો રહેશે, લાલબંગલા સર્કલથી દાંડીયા હનુમાન જી.જી. હોસ્પીટલ તરફનો રસ્તો ગુદ્વારા જંકસનના બંને તરફના ઓબ્લેગેટીક સ્પાનના ખુલ્લા રસ્તા પરથી આવન જાવન કરી શકાશે જયારે ભારે વાહન માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે, સાત રસ્તાથી લાલબંગલા સર્કલ થઇ ટાઉનહોલ, તિનબતી, કે.વી. રોડ અને સુભાષ બ્રીજ સુધી ભારે વાહનોની આવન જાવન થઇ શકશે.
ખાસ કરીને ગુદ્વારા પાસે ડો.પારેલીયાની હોસ્પિટલ અને બાજુમાં રહેલી લેબમાં જવા માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આ રસ્તો બંધ થતાં સાતરસ્તાથી જિલ્લા પંચાયત, લાલબંગલા સર્કલ, ટાઉનહોલ, બેડીગેઇટ, કાશી વિશ્ર્વનાથ મંદિર રોડ પર એસ.ટી. અને ખાનગી બસોનો ટ્રાફિક વધશે જેને કારણે ટ્રાફિક સમસ્યાનો ભય રહેશે, કેટલાક લોકોએ એવું સુચન કર્યુ છે કે, એસ.ટી.બસને સમર્પણ બાયપાસથી અથવા પવનચકકીથી બાયપાસ વાળવામા આવે તો જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હાલ પુરતી હલ થઇ શકે. આજથી હવે રસ્તો બંધ થઇ ગયો છે ત્યારે 49 દિવસ સુધી જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા રહ્યા કરશે. ખાસ કરીને ભારે વાહનો ગૌરવ પથ પરથી પસાર થશે એટલે આ રસ્તો પણ ટ્રાફિકવાળો બની જશે.
એસ.ટી. અને ખાનગી બસોને સમર્પણ બાયપાસથી વાળવામાં આવે તો ટ્રાફિક ઘટે...
સુભાષબ્રિજથી સાતરસ્તા સુધી ફલાય ઓવરનું કામ ચાલી રહ્યું છે ત્યારે મ્યુ.કમિશ્નરે જાહેર નોટીસ આપીને સાતરસ્તાથી ગુદ્વારા સુધીનો રસ્તો આજથી 49 દિવસ માટે બંધ કર્યો છે, જો વિકલ્પ પે તમામ એસ.ટી.બસ અને ખાનગી બસને સમર્પણ સર્કલ અને બાયપાસથી વાળવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં સારો એવો ઘટાડો થઇ શકે અને શહેરમાં થતાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા પણ ઘટી શકે. આ વિકલ્પ ખરેખર વિચારવા જેવો ખરો તેવું લોકોનું કહેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech