વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાયૈશૈલી અને સબ કા સાથ, સબ કા વિકાસ તેમજ ગરીબમાં ગરીબ વ્યકિતની પણ સમસ્યાઓને સુક્ષ્મ નજરે જાણી-પીછાણીને દુર કરવામાં સતત પ્રયત્નશીલ રહેતા વડાપ્રધાનની કામગીરીથી પ્રભાવિત થનાર રણજીતપરના યુવાન પરબતભાઇ માડમ, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવા શુભ હેતુસર અને ટેક સાથે દ્વારકાથી દિલ્હી સુધી પગપાળાનો પ્રારંભ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનન્ય ચાહક અને ટેકેદાર દ્વારકા તાલુકાનાં રણજીતપર ગામના પરબતભાઇ માડમે આગામી લોકસભા ચુંટણીમાં નરેન્દ્ર મોદી ઐતિહાસિક જીત સાથે ફરી વડાપ્રધાન બને તેવી અભિલાષા સાથે તા.11 ફેબ્રુઆરીનાં રોજ દ્વારકાથી દિલ્હી સુધીની પગપાળાનો પ્રારંભ દ્વારકાધીશના દર્શન કરી શરૂ કર્યો હતો.
પરબતભાઇ દ્વારકાધીશની ધજા લઇને ચાલીસ દિવસમાં પગપાળાથી 1400 કિ.મી.નું અંતર કાપી દિલ્હી પહોંચશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી તથા હોદેદારો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech