ભાણવડ આતે કોંગ્રેસ દ્વારા જનઅધિકાર તાલુકા સંવાદ સાથે સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશમાં શિક્ષા, બેરોજગારી, મોંઘવારી, સ્વાસ્થ્ય જેવા પાયાના પ્રશ્ર્નો પ્રત્યે ગંભીરતા દાખવવાને બદલે લોકોના બેઘ્યાન કરી ગુમરાહ કરી રહ્યું છે.
જ્યારે પીઢ અગ્રણી ડો. મોહનભાઇ રાબડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં આગામી લોકસભા ચૂંટણી માટે કામે લાગી જઇ, કાર્યકરોને ભાજપની નિષ્ફળતા જન જન સુધી પહોંચાડવા કહ્યું હતું, અંતમાં ડો. રાબડીયાએ સફળતા માટે સતત સંઘર્ષ કરવા ઉમેર્યું હતું.
જ્યારે એડવોકેટ ગીરધરભાઇ વાઘેલાએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનું જણાવી, આ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી વર્તમાન સરકારની ઝાટકણી કાઢી હતી, આ તકે કોંગ્રેસના પીઢ આગેવાન સામતભાઇ ઓડેદરા, સારાબેન મકવાણા, જશવંતસિંહ ભટ્ટી સહિતે પણ પ્રવચનમાં ભાજપ સરકારની કહેવાતી નીતિરીતિની આલોચના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech