એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે હાલમાં તેનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન એ સ્ટાર કિડમાંથી છે. જે ખુબ લાઈમ લાઈટમાં રહે છે. આરાધ્યા માત્ર એશ્વર્યાની દિકરી નથી. પરંતુ બચ્ચન પરિવારની લાડકવાયી પૌત્રી પણ છે. એક બાજુ એશ્વર્યા અને અભિષેક બચ્ચનના છુટાછેડાની ખુબ ચર્ચા થઈ રહી છે. તો બીજી બાજુ તેમની દિકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ડીપફેક વીડિયો ખુબ વાયરલ થયો છે.જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આરાધ્યાને તેની ઉંમર કરતા પણ વધારે દેખાડવામાં આવી છે. સાથે તે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. તેમજ તે સાડી અને ડ્રેસના લુકમાં જોવા મળી રહી છે.અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની લાડકી પુત્રી માત્ર 13 વર્ષની છે.તે હજુ અભ્યાસ કરી રહી છે. આ સાથે તે તેની માતા સાથે દરેક ઈવેન્ટમાં સાથે જોવા મળતી હોય છે.
અત્યાર સુધીમાં અનેક બોલિવુડ સ્ટારના આ પહેલા ડીપફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં થોડા મહિના પહેલા સાઉથની પોપ્યુલર સ્ટાર રશ્મિકા મંદાનાનો પણ ડીપફેક વીડિયો ખુબ વાયરલ થયો હતો. તેમજ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના ડીપફેક વીડિયોએ ધમાલ મચાવી હતી. હવે આટલી નાની સ્ટાર કિડસનો ડીપફેક વીડિયો વાયરલ થતા તેના ચાહકો પણ ખુબ ગુસ્સે થયા છે.
જો વીડિયો ડીપફેક દ્વારા બનાવવામાં આવ્યો હોય તો તેમાં કલર્સ અને લાઇટિંગ બંને જોવામાં વિચિત્ર લાગશે. ડીપફેક વીડિયોમાં AI જનરેટેડ ઓડિયો હોય છે. વીડિયોની સાથે ઓડિયોની ક્વોલિટીની પણ તપાસ કરો. ડીપફેક વીડિયોમાં બોડી શેપ અલગ હોય છે, ચહેરાની હલનચલન પણ અલગ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech