શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ લખાવી શકાશે તેવી ઘણા સમય પહેલા થયેલી જાહેરાત પછી શિક્ષણ વિભાગે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જોકે આમ કરતા પહેલા અનેક દસ્તાવેજો, પુરાવાઓ રજૂ કરવા પડશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, ગવર્મેન્ટ ગેજેટમાં માતાનું નામ દાખલ થયાનો આધાર, માતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક વગેરે રજુ કરવાથી જિલ્લા શિક્ષણાધિકારી આવો સુધારો કરી શકશે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં જ્યારે બાળકના નામ પાછળ પિતાનું નામ હોય, સંજોગોવસાત પિતા બદલાય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટનું હુકમ, ગવર્મેન્ટ ગેજેટમાં માતાનું નામ દાખલ થયાનો આધાર, છુટાછેડા કે પતિના અવસાનના કિસ્સામાં છુટાછેડા થયાનો આધાર છુટાછેડા નું હુકમનામું ફારગતિ લેખ અને જો અવસાન થયું હોય તો મૃત્યુ પ્રમાણપત્ર, માતાએ પુનઃલગ્ન કરેલ હોય તો પુનઃલગ્નના પતિનું સંમતિ દર્શાવતું સોગંધનામુ રજૂ કરવાથી શિક્ષણ અધિકારી આવો સુધારો કરી શકશે.
જો બાળક એટલે કે વિદ્યાર્થી પુખ્ત વયનો ન હોય તો તેવા કિસ્સામાં પિતાના બદલે માતાનું નામ ઉમેરવું હોય તો પિતાની સંમતિ આપતું સોગંદનામુ રજૂ કરવું પડશે.
બાળક આંગળીયાત તરીકે માતા સાથે જતું હોય ત્યારે દત્તક વિધાન માટે સક્ષમ સિવિલ કોર્ટનો હુકમ અનિવાર્ય બને છે. કારણ કે જન્મ સમયે બાયોલોજીકલ પિતા હોય તેમની સંમતિ સોગંદનામા દ્વારા મેળવવી જરૂરી છે. આ સંજોગોમાં સક્ષમ સિવિલ કોર્ટના નિર્ણયની જ પ્રમાણિત નકલ અનિવાર્ય ગણવામાં આવી છે. કોઈ મહિલાના અગાઉના પતિ મૃત્યુ પામ્યા હોય કે છૂટાછેડા લીધા હોય અને પુનઃલગ્ન કરે ત્યારે તેવી મહિલા અને તેના નવા પતિ સંયુક્ત રીતે દતક વિધાન (ડિડ ઓફ એડોપ્શન)ની પ્રક્રિયા કરે ત્યારે અગાઉના પતિને સંતાનો છે કે કેમ અને તેમના સલામતી અને હકકોના સંદર્ભમાં તે મહિલા અને તેના પતિએ ધ્યાનમાં લેવાના હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech