સી.ટી. સ્કેન મશીનની સુવિધાથી જામનગર સહિત દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓને પણ લાભ મળશે
જામનગરની જી.જી. હોસ્પિટલને રુા.૫.૯૦ કરોડના ખર્ચે નવું અધ્યતન ટેકનોલોજીવાળું ૧૨૮ સ્લાઈસ સી.ટી. સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું આજે તારીખ ૧૬ માર્ચના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલમાં કાર્યરત ૧૨૮ સ્લાઈસ સી. ટી. સ્કેન મશીન દ્વારા ચેસ્ટની સારી ગુણવત્તા વાળી ઇમેજ મળી શકશે, હોસ્પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્ક્યુલર સી. ટી. સ્કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે. આ સુવિધાથી હોસ્પિટલ ખાતે મહિનામાં અંદાજિત ૧૦૦૦ દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્પિટલમાં ૭૦૦ બેડની હોસ્પિટલમાં કાર્યરત રહેશે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech