દર વર્ષે મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના ઉદ્દેશ્યથી ૨૫ એપ્રિલને “વિશ્વ મેલેરિયા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે"Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite" એટલે કે "મેલેરિયાને શૂન્ય સુધી પહોચાડવાનો સમય:નિવેશ કરો.નવું કરો.અમલ કરો" રાખવામાં આવેલ છે.
‘મેલરિયા નિર્મુલન’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે નેશનલ સ્ટ્રેટેજીક પ્લાન અનુસાર ૧-૩-૭ દિવસ પદ્ધતિ સૂચવાઈ છે. આ પદ્ધતિમાં ટૂંકમાં મેલેરિયા કેસની જાણકારી, ઈન્વેસ્ટીગેશન અને ફોલોઅપ કામગીરી વેગેરેનો સમાવેશ થાય છે. વિશ્વ મેલેરિયા દિવસના અનુસંધાને લોકોએ મેલેરિયાથી બચવા સાવચેતીના પગલાઓ લેવા ખાસ જણાવવામાં આવે છે.
જે મુજબ પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવી, ઘરની આજુબાજુ પાણીના ભરાવને રોકવો, તાવ આવે ત્યારે લોહીની તપાસ મેલેરિયા માટે કરાવવી અને જો મેલેરિયા જણાય તો તેની સંપૂર્ણ સારવાર લેવી, ઘરમાં મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો- ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બાઓમાં વરસાદનું પાણી ભરાવા ના દો, ફૂલદાની,પક્ષીકુંજ, ફ્રિજ પાછળની ટ્રે વેગેરેની સફાઈ કરવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીની દેખરેખ હેઠળ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫ એપ્રિલ ના રોજ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ની ઉજવણી કરી વાહકજન્ય રોગો અટકાવવા માટે જનસમુદાયમાં જાગૃતિ ફેલાવાશે. આ ઉજવણીમાં સામેલ થવા અને જાગૃતિ મેળવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech