નયારા એનર્જીના સી. એસ.આર. દ્વારા સમર્થિત અને દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકરણ
ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા ગુરૂવારથી "સૂચના રથ" નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ નયારા એનર્જીની કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓ (સી.એસ.આર.) હેઠળ આવે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી અને નયારા એનર્જીની ટીમના સંજીવકુમાર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવા માટે રચાયેલ આ "સૂચના રથ", નયારા એનર્જીની આસપાસના ખંભાળિયા અને લાલપુર બ્લોકમાં આવેલા ગામડાઓના રહેવાસીઓને સેવાઓ પૂરી પાડશે. આ રથ નયારા એનર્જી દ્વારા સમર્થિત 'એક્સેલ' પ્રોજેક્ટ હેઠળ સામાજિક સુરક્ષા ઘટકનો એક ભાગ છે. જેને દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
દીપક ફાઉન્ડેશન 1982 થી સ્થપાયેલ એક સામાજિક સંસ્થા છે, જે સર્વગ્રાહી વિકાસ માટે વંચિત અને પહોંચ બહારના સમુદાયો સુધી તેઓના સશક્તિકરણ કરવા માટે ભારતના પાંચ રાજ્યોમાં કાર્યરત છે. ફાઉન્ડેશનને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા બ્લોકમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા અને તેની સેવાઓ સુધી પહોંચ વધારવાનું કામ પ્રોજેક્ટ "એક્સેલ" ના ભાગરૂપે સોંપવામાં આવ્યું છે. વર્ષ 2023 થી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ 14,500 થી વધારે સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ છે. સરકાર દ્વારા 10,300 થી વધારે અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે રોકડ, વસ્તુ રૂપે અને વીમા કવરેજના લાભો સહિત રૂપિયા 624 કરોડની રકમની ફાળવણી થઈ છે.
આ ઉદઘાટન પ્રસંગે જી.ટી. પંડયાએ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેકટરે આ સી.એસ.આર. પહેલ દ્વારા નયારા એનર્જીના સક્રિય અભિગમની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ "સૂચના રથ" સમુદાયો માટે મૂલ્યવાન સંસાધન બની રહેશે.
આ કાર્યક્રમમાં અન્ય સરકારી અધિકારીઓ, નયારા એનર્જીના જયેશ ગજ્જર, ઓપરેશન હેડ તથા વરિષ્ઠ પ્રતિનિધિઓ, વડાલીયા સિંહણના સરપંચ જયરાજસિંહ જાડેજા, દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિ સ્મિતા મણિયાર અને ટીમના અન્ય સભ્યો તથા વડાલીયા સિંહણના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ નવીન પહેલ માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
નયારા એનર્જીએ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને હાઈલાઈટ કર્યું હતું કે આ "સૂચના રથ” માહિતીના પ્રસારણ અને ક્ષમતા-નિર્માણ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાય કલ્યાણને સમર્થન આપવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech