ઘેર-ઘેર જઇને લોકજાગૃતિના કાર્યક્રમ અને મચ્છરોનો કેમ નાશ કરવો તે અંગે લોકોને સમજાવાશે
વિશ્વ મેલેરિયા દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો બાબતે જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉજવણી દ્વારા અત્યારથી જ લોકોમાં મચ્છરજન્ય રોગ અંગે જાગૃતિ આવે અને ચોમાસાની સિઝનમાં ફેલાતા મચ્છર તથા મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય, તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
શહેરમાં આવેલ 12(બાર) આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્લાનિંગ કરી, અલગ - અલગ, લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજ રીતે શહેરનાં અલગ - અલગ વિસ્તારોમાં લોકોને એકત્રિત કરી, શિબિર યોજી આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે તારીખ 22/04/2024 થી 30/04/2024 સુધી હાઉસ ટુ હાઉસ અબેટ કામગીરીનો રાઉન્ડ યોજવામાં આવી રહ્યો છે, આ રાઉન્ડ અંતર્ગત તા. 22/04/ર0ર4 થી 24/04/ર024 સુધીમાં 38,818 ઘરોની મુલાકાત લેવામાં આવેલ, આ ઘરોમાંથી 725 ઘરોમાં મચ્છરના પોરા જોવા મળેલ. આ ઘરોમાંના 2,27,513 જેટલા પાત્રોની ચકાસણી કરવામાં આવેલી, આ પાત્રોમાંથી 725 પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ.
આ પાત્રો પૈકી 725 પાત્રોમાંથી પોરાનો નાશ કરેલ તથા અન્ય પાત્રોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવેલ. આ સર્વે દરમિયાન સામાન્ય તાવના 568 કેસ મળી આવેલ, જેને યોગ્ય સારવાર આપવામાં આવેલ. આજ રીતે શહેરમાં દૈનિક ધોરણે 13,000 જેટલા ઘરોનું સર્વે કરવામાં આવી રહ્યો છે. આજ રીતે દરેક આરોગ્ય કેન્દ્ર પર આવતા શહેરીજનોને પણ આ બાબતે વાકેફ કરવામાં આવી રહ્યા છે.મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દશર્વ્યિા મુજબની તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકી, ફૂલદાની, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે, તે રીતે સફાઈ જાળવો. ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ નહી, તેથી આવી તમામ વસ્તુઓનો નિકાલ કરો. દર રવિવારે સવારે 10:00 કલાકે 10:00 મિનીટ નો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરનાં પોર જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે 10:00 મિનીટ ફાળવવાથી ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાથી, બચી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech