14 હજાર ફૂટની ઉંચાઇથી કૂદકો માર્યો: જામનગરના જમીનના શાહ સોદાગરનો પુત્ર બનશે આકાશનો સિકંદર: સ્કાઇ ડાઇવીંગનું આંતરરાષ્ટ્રીય લાયસન્સ મેળવશે: જામનગર માટે ગૌરવની વાત
14 હજાર ફૂટની ઉંચાઇ પરથી માત્ર રર વર્ષની ઉંમરમાં જામનગરના યુવાને સોલો સ્કાઇડાઇવ કરીને આ દિશામાં ઉંચી ઉડ્ડાન ભરી છે, પચ્ચીસ ડાઇવ પૂર્ણ કરીને સ્કાઇ ડાઇવીંગમાં એ-લાયસન્સ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેખાવ કરવા આ યુવાને પોતાની મહત્વાકાંક્ષા દશર્વિી છે અને ખરેખર નાની ઉંમરે પ6 નહીં, પરંતુ 76 ની છાતી હોવાનું પૂરવાર કર્યું છે.
લંડનની ક્વીન મેરી યુનિર્વસિટીમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સમાં માસ્ટરનો અભ્યાસ કરી રહેલા આર્ય મેરામણ પરમારે આ સાહસથી ભરપૂર સિઘ્ધિ પ્રાપ્ત કરી છે અને પૂરવાર કર્યું છે કે, હિંમત અને નિર્ભયતા હોય તો, આકાશમાં પણ ઉડી શકાય છે, આ છે તેનો પુરાવો.
જામનગરના એક યુવાને આવું દિલેરીભર્યું સાહસ કર્યું હોવાની હકીકતો સામે આવ્યા બાદ ‘આજકાલ’ દ્વારા આ યુવાન સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે શેરદિલ આર્ય મેરામણ પરમારે રસપ્રદ વિગતો આપી હતી.
આ યુવાને કહ્યું હતું કે, હું લંડનમાં અભ્યાસ કં છું અને પોર્ટુગલ નામની સંસ્થા કે, જ્યાં સ્કાઇ ડાઇવીંગ શીખડાવવામાં આવે છે, ત્યાં જોઇન્ટ કર્યું હતું, સ્કાઇ ડાઇવીંગનો અનુભવ લેવો હતો, એ માટે જ મેં પોર્ટુગલના ઇવોરા જઇને એક્સરલેટેડ ફ્રી ફોલ (એ.એફ.એફ.) માં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે સ્કાઇ ડાઇવીંગ કેવી રીતે કરવું ? તે શીખડાવવામાં આવે છે અને આઠ કલાકની ગ્રાઉન્ડ ટ્રેનીંગની શઆત થાય છે.
સૌપ્રથમ પેરાશુટ થીયરી લઇને આકાશમાં જ્યારે કટોકટીની સમસ્યા સર્જાઇ છે ત્યારે શું શું કરવું ? એ તમામ પ્રક્રિયાઓ શીખડાવવામાં આવે છે અને આઠ પ્રકારની અલગ અલગ ડાઇવસ પ્રથમ લગાડવામાં આવે છે.
પ્રથમ ત્રણ ડાઇવ જ્યારે 14 હજાર ફૂટ ઉપરથી લગાડવામાં આવે છે ત્યારે બે પ્રશિક્ષકો સાથે હોય છે, પછીની પાંચ ડાઇવમાં એક પ્રશિક્ષક સાથે રહે છે, આ ટ્રેનીંગ પૂર્ણ કરી લીધા પછી જે તે વ્યક્તિ એકલા એટલે કે સોલો સ્કાઇડાઇવ કરી શકે છે અને તેના માટે તે સંપૂર્ણ સજ્જ ગણાય છે.
આર્ય પરમારે કહ્યું હતું કે, અત્યાર સુધી મેં 1ર ડાઇવસ પૂર્ણ કરી લીધી છે, જેમાં ચાર કોઇપણ પ્રશિક્ષકની સહાય વિના એકલા હાથે એટલે કે સોલો ડાઇવ કરી છે, આ અભ્યાસ દરમ્યાન આર્ય પરમારની સાથે કતાર સૈન્યના સહપાઠીઓ અને કેટલાક પોર્ટુગીઝ સ્થાનિક લોકો પણ સાથે હતા, જેનાથી અનુભવ વધુ મનોરંજક અને વધુ સમૃઘ્ધ મહેસુસ કરાયો હતો.
સ્કાઇ ડાઇવનો અનુભવ કેવો રહ્યો ? તે અંગેના જવાબમાં આર્ય પરમારે કહ્યું હતું કે, ખૂબ જ અદ્દભૂત અને અવર્ણનીય અનુભવ રહ્યો, કારણ કે ર00 અને રપ0 કલાકની ઝડપે પવન સાથે જ્યારે 14 હજાર ફૂટની ઉંચાઇથી કૂદકો મારવાનો હોય ત્યારે તે અનુભવ શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં, તો ખરેખર એક અનોખી જ અનુભૂતિ થઇ છે.
આ યુવાને કહ્યું હતું કે, સ્કાઇ ડાઇવીંગ માત્ર બેલેન્સ અને દિલેરીનું જ કામ નથી, પરંતુ માનસિક સંતુલન પણ અત્યંત જરી હોય છે અને વાસ્તવમાં આ એક હાઇ પ્રોફાઇલ માઇન્ડ ગેમ છે, જ્યાં એક જબ્બરદસ્ત માનસિક પડકારનો પણ સામનો કરવો પડે છે, મેં જ્યારે પણ સ્કાઇ ડાઇવીંગ જોયું હતું ત્યારે આ પડકાર ઝીલવાની મારી જીજીવીસા હતી અને આખરે પૂર્ણ થઇ, જેના માટે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, મારા માતા-પિતા અને ભાઇનો મને જે સહકાર મળ્યો, એ થકી આજે હું આકાશની ઉડાન ભરી શક્યો છું.
સ્કાઇ ડાઇવીંગ ક્ષેત્રે ભવિષ્યની યોજના અંગે આર્ય મેરામણ પરમારે કહ્યું હતું કે, હું મારા આ શોખને કાર્યરત રાખવા માંગું છું અને માં હવે પછીનું લક્ષ્ય સ્કાઇ ડાઇવીંગમાં એ-લાયસન્સ મેળવવાનો છે, તેના માટે મારે સોલો એટલે એકલા રપ ડાઇવ 14000 ફૂટની ઉંચાઇથી લગાડવાની રહેશે, ત્યારબાદ મને આ લાયસન્સ મળી ગયા બાદ વિશ્ર્વભરમાં હું ગમે ત્યાં સ્કાઇ ડાઇવ કરી શકીશ અને દુનિયામાં યોજાતી સ્કાઇ ડાઇવની સ્પધર્ઓિમાં આપણા ભારત દેશ વતી ભાગ લઇ શકીશ.
માત્ર રર વર્ષની ઉંમરે સ્કાઇ ડાઇવીંગ જેવો મોટો પડકાર સિઘ્ધ કરનાર આર્ય પરમાર ખરેખર જામનગર માટે ગૌરવસમાન છે અને તેની જાંબાઝી તથા દિલેરી કાબેલીદાદ છે, કારણ કે 11 કે 1પ માળની બિલ્ડીંગમાં ઉપરથી નીચે જોતાં પણ આપણા ટાટીયા ધ્રુજી ઉઠે છે ત્યારે 14 હજાર ફૂટની ઉંચાઇએથી એ પણ પ્લેનમાંથી સ્કાઇ ડાઇવ કરવી, એ કેટલી પડકારજનક છે, તે સમજી શકાય છે. તેના માટે યુવાનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે...
ભારતીય સેના સહિતના સુરક્ષા દળ અને લગભગ તમામ દેશની સેનાના જવાનોને સ્કાઇડાઇવની તાલીમ અપાઇ છે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય ધોરણે સ્કાઇ ડાઇવની થતી સ્પધર્ઓિમાં જુદા જુદા દેશના તાલીમબઘ્ધ લોકો ભાગ લ્યે છે, પરંતુ લંડન અભ્યાસાર્થે ગયેલા એ પણ શ્રીમંત પરિવારના યુવાન દ્વારા આવી સાહસિકતા દેખાડવામાં આવે ત્યારે સ્વાભાવિક તેની નોંધ લેવી પડે...
આર્યના પિતા મેરામણભાઇ પરમાર જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ છે એટલે કે જમીનના શાહ સોદાગરો ગણી શકાય, કેવો સંયોગ છે કે, એમનો પુત્ર આકાશનો સિકંદર બનવા આગળ વધી રહ્યો છે... બેસ્ટ ઓફ લક...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech