રીતે અકસ્માત થયો : પરિવારમાં શોકની લાગણી
મેઘપર વિસ્તારમાં કારખાનામાં કામ કરતા વેલ્ડરનો હાથ ડ્રમ બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં રહેતા હરપાલભાઇ ડાયાભાઇ ચોપડા (ઉ.વ.૨૦) નામનો યુવાન મેઘપર પડાણા પાસે આવેલ સનરાઇઝ નામના કારખાનામાં વેલ્ડર તરીકે કામ કરતો હોય દરમ્યાન ગઇકાલે સવારના કારખાનામાં પોતાનું કામ કરતા હતા.
આ દરમ્યાન ડ્રમ બેલ્ટમાં તેનો ડાબો હાથ કામ કરતી વખાતે આવી જતા હાથ ખભા નીચે બગલમાં ચિરાઇને હાડકા ભાંગી ગયા હતા, લોહી નીતરતી ગંભીર ઇજા પહોચવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે ધરમપુર વિસ્તારમાં રહેતા ડાયાભાઇ મનજીભાઇ ચોપડાએ મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેડ કોન્સ વી.સી. જાડેજાએ સ્થળ પર દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
***
મસીતીયામાં બિમારીથી કંટાળી યુવતિએ મોત મીઠુ કર્યુ
જામનગર નજીક મસીતીયા વાડી વિસ્તારમાં રહેતી એક યુવતિએ માનસીક બિમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ છે.
જામનગર તાબેના મસીતીયા ગામ વાડી વિસ્તાર શાળા નં. ૨ પાસે રહેતા અફસાનાબેન અલારખાભાઇ ખફી (ઉ.વ.૧૯) નામની યુવતિને છેલ્લા એકાદ વર્ષથી માનસીક બિમારી હોય જેની દવા લીધી હતી દરમ્યાન આ બિમારીના કારણે કંટાળી જઇ ગત તા. ૫ના રોજ પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી, દરમ્યાન સારવારમાં મૃત્યુ નિપજયુ છે. આ અંગે મસીતીયા વાડી વિસ્તારમાં રહેતા અલારખા આમદભાઇ ખફી દ્વારા ગઇકાલ પંચકોશી-બીમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech