જામનગરના એક મહિલાએ ભુજમાં રહેતા પોતાના પતિ પાસેથી ચઢત ભરણપોષણ તથા વળતર ની રકમ વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. જેમા પોલીસ દ્વારા પતીને પકડીને કોર્ટમાં રજૂ કરાતાં તેને અદાલતે ૧૩૩ દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.
જામનગરમાં ખોજાનાકા પાસે રહેતા સનમબેન ઈમરાન ચાકી નામના પરિણીતાએ ભુજમા રહેતા પતિ ઈમરાન ગનીભાઈ ચાકી સહિતના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનાં કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
અદાલતમાં તે કેસ ચાલી જતાં પત્ની તથા સંતાનને ભરણપોષણ આપવા તથા વળતર ચૂકવવા હુકમ કરાયો હતો. તે પછી પણ આ રકમ પતિએ ન ચૂકવતા સનમબેને ફરીથી અદાલતમાં અરજી કરી હતી. આથી ભુજ પોલીસે ઈમરાન ચાકીને ઝડપી લઈ જામનગરની કોર્ટમાં હાજર કર્યાે હતો.
ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિ ઈમરાન ગનીભાઈ ચાકીને અદાલતે ૧૩૩ દિવસની કેદની સજા ફટકારી છે. અરજદાર તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech