ગોંડલના ચોરડી ગામે આવેલ વેર હાઉસમાંથી નાફેડની રૂ.૭.૪૯ લાખની મગફળીની ૨૮૭ બોરીની ચોરી થઇ ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ચોરીના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીના આ બનાવ અંગે હાલ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવીંદભાઈ રામકેશભાઈ મીણા (ઉ.વ.૩૦) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તથા જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે. આ કંપની ભારતભરમાં અલગ અલગ જગ્યાએ વેરહાઉસ(ગોડાઉન) ઉભા કરી, અલગ અલગ વ્યક્તિઓ તથા પેઢીઓના માલ ગોડાઉનમા ભાડા પેટે સંગ્રહ કરી રાખતા હોય છે. તેઓની હેઠળ જસદણ તથા ગોંડલમાં મળીને કુલ - ૧૨૦ વેરહાઉસ(ગોડાઉન) આવેલ છે.
તે પૈકી ગોંડલ તાલુકાના ચોરડી ગામે ૧૩૯/૨ પૈકી ૧ માં આવેલ પ્લોટ નંબર ૭ તથા ૮ માં હરસિધ્ધી કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ ૧૧ મહીનાના ભાડા પેટે રાખેલ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરીને ભરેલ હતી. આ ગોડાઉનમાં સુપરવાઈઝર તરીકે વિરપુરના રવીભાઈ મકવાણા, સીક્યુરીટી તરીકે ગોમટાના પ્રજ્ઞેશભાઈ દઢાણીયા અને વિરપુરના પ્રફુલભાઈ ચાવડા, જીવરાજભાઈ ચાવડા નોકરી કરે છે. તેઓની કંપનીની મેઇન ઓફીસ અમદાવાદમાં આવેલ છે.
ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલ ગોડાઉનમા તા.૧૧/૦૨/૨૦૨૫ થી તા.૧૪/૦૨/૨૦૨૫ દરમિયાન નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરી કુલ મગફળીની બોરી નંગ- ૧૫૮૭૬ ભરેલ હતી. જે એક બોરીમાં વજન ૩૫ કિલો હોય છે. તેઓએ ભાડે રાખેલ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળી મુકવામાં આવેલ ત્યારથી જવારદારી તેઓની રહેતી હોય છે. કંપની દ્રારા ગોડાઉન ઉપર સીકયુરીટી તથા સુરપવાઇઝર તેમજ એરીયા મેનેજર રાખવામાં આવતા હોય છે.
ગઇ તા.૨૧/૦૪/૨૦૨૫ ના તેઓ ઘરે હતાં ત્યારે કંપનીના સુપર વાઇઝર રવીભાઈ મકવાણાએ ફોન કરી જણાવેલ કે, ચોરડી ગામે આવેલ ગોડાઉનના દરવાજાના તાળુ તુટેલ છે અને બહાર મગફળી ઢોળાયેલ હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉન પર પહોંચેલ ત્યારે ત્યાં સીકયુરીટી સહિતનો સ્ટાફ હાજર હતો અને ગોડાઉન પર જોયેલ તો દરવાજાનુ તાળુ તુટેલ હતુ. મગફળી ગોડાઉન બહાર ઢોળાયેલ દેખાતી હતી જેથી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયાનું માલુમ પડયું હતું.
બાદમાં તપાસ કરતા કુલ ત્રણેય સ્ટેગમાંથી મળીને ૨૮૭ મગફળીની બોરીઓની ચોરી થયેલાનું જણાયેલ આવેલ હતું. જે એક બોરીની કિંમત રૂ.૨૬૧૦ હોય છે. તેઓએ સીકયુરીટી તથા અન્ય લોકોની પુછપરછ કરી, આજુબાજુ તપાસ કરેલ પણ કોઈ હકિકત મળેલ નહી, તેમજ આ બનાવ બાબતે સુપરવાઈઝર રવીભાઈ મકવાણાને પુછતા તેઓએ કહેલ કે, ગઇ તા.૧૯ ના હરસિધ્ધી કેટરફીડ ગોડાઉન પર આવેલ હતો, સાંજના સાડા છએક વાગ્યે ગોડાઉન બંધ કરી તાળુ મારી ઘરે જતો રહેલ હતો, આ વખતે ગોડાઉનમાં રહેલ સાતેય સ્ટેગની બોરીઓ બરાબર હોવાનુ જણાવેલ જેથી તા.૧૯ થી તા.૨૧ ના સવારના દરમ્યાન ચોરી થયેલ હોય જેથી કુલ રૂ.૭.૪૯ લાખની મગફળી ભરેલ બોરીઓની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ઉપરાંત એલસીબીએ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech