લાંબા-ભોગાતમાં દોઢથી બે ઈચ: કેનેડી સહિતના ગામોમાં પોણા થી એક ઈચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે વરસી ગયેલા સાર્વત્રિક વરસાદ બાદ ગઈકાલે બુધવારે આખો દિવસ મેઘ વિરામ રહ્યો હતો. આજરોજ ગુરુવારે કલ્યાણપુર તાલુકામાં ચઢતા પહોરે જોરદાર ઝાપટા વરસી તથા 4 મી.મી. પાણી પડી ગયું હતું. જ્યારે જિલ્લાના અન્ય ભાગોમાં વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. જોકે ગરમી અને બફારા ભર્યો માહોલ હાલ યથાવત રહ્યો છે.
દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ત્યારે ગરમી અને ઉકળાટ જોતા વધુ વરસાદ વરસે તો પણ નવાઈ નહીં. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 31 ઈંચ સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 20 ઈંચ પડી ચૂક્યો છે.
જ્યારે કલ્યાણપુર તાલુકામાં ગઈ કાલે સાંજથી મેઘરાજાની ધીમીધારે હરી પધરામણિ થતા તાલુકાના લાંબા- ભોગાત-નાવદ્ધામાં દોઢ થી બે ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ભાટીયા-કેનેડી-કલ્યાણપુર- નંદાણા સહીતના ગામોમાં પોણા થી ૧ ઈંચ જેટલો વરસાદ પડી જતા નદી-નાળા- તળાવ- ચેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને વાતાવરણ માં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી વ્યાપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech