કલ્યાણપુરમાં વધુ 6, ખંભાળિયામાં સાડા 4 ઈંચ વરસાદ: ઘી ડેમમાં બે માસનું નવું પાણી સંગ્રહિત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ત્રણથી દસ ઈંચ સુધીના વરસાદ બાદ ગતરાત્રીથી મેઘ વિરામ રહ્યો છે. 24 કલાક દરમિયાન કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર, દ્વારકામાં સવા ત્રણ ઈંચ અને ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે પ્રારંભથી જ મેઘરાજા ખંભાળિયા તાલુકા પર મહેરબાન રહ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન અવિરત રીતે ભારે ઝાપટા વરસ્યા હતા. આજે સવાર સુધીમાં વધુ 108 મી.મી. (સાડા ચાર ઈંચ) વરસાદ વરસી ગયો હતો. ગતરાત્રીથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો. આજે સવારથી વાદળ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વધુ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.
ગઈકાલે સોમવારે કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ જાણે મુકામ રાખ્યો હોય તેમ ગઈકાલે દિવસ દરમિયાન સમગ્ર તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રિ સુધીમાં કુલ 6 ઈંચ જેટલું (143 મી.મી.) પાણી પડી ગયું હતું.
દ્વારકા વિસ્તારમાં પણ આ વર્ષે ચોમાસુ ધોધમાર બની રહ્યું હતું. રવિવારે રાત્રીથી શરૂ થયેલી મેઘ સવારી ગઈકાલે સોમવારે પણ હળવા તથા ભારે ઝાપટા રૂપે ચાલુ રહી હતી. જેમાં આજે સવાર સુધીમાં વધુ 81 મી.મી. પાણી પડી ગયું હતું.
ભાણવડ પંથકમાં ગત સાંજે એક ઈંચ તથા રાત્રે દોઢ ઈંચ સહિત કુલ 3 ઈંચ (75 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસના આ ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા નજીકના વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં બે ફૂટથી વધુ નવું પાણી આવી ગયું છે.
આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં સાડા 27 ઈંચ (686 મી.મી.), દ્વારકા તાલુકામાં 13 ઈંચ (328 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ (322 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 9 ઈંચ (222 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદથી ખેતરો તરબતર બન્યા છે. ખેતરોમાં વાવેતર માટે ફાયદારૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશાલ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધાએ જીવતર ટુકાવ્યું
November 20, 2024 10:38 AMજાણવા જેવું: ચૂંટણી વખતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયા ક્યાં જાય છે?
November 20, 2024 10:38 AMટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને થતી સમસ્યાઓ નિવારવા કેબીનેટ મંત્રીને રજૂઆત
November 20, 2024 10:36 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech