ભાણવડના રાણપર ગામે તાલુકા શાળાની તદ્દન નજીકમાં આવેલા મોબાઇલ ટાવરથી ગ્રામજનોમાં ફફડાટ રહે છે, આ બાબતે ગામના અગ્રણી પંકજભાઇ દવેએ જીલ્લા કલેકટર સહિતને લેખિત ફરિયાદ કરી બંધ હાલતમાં રહેલા ટાવરને ખસેડવાની માંગણી સાથે રજૂઆત કરી છે.
ભાણવડ પોરબંદર હાઇવે માર્ગમાં અને બરડા ડુંગરની ગોદમાં વસેલા રાણપર ગામમાં ઘણા સમયથી બી.એસ.એન.એલ.નો મોબાઇલ ટાવર રહ્યો છે, આમ તો ઘણાં સમયથી ટાવર બંધ હાલતમાં છે, વળી કોઇ ઉપયોગી પણ નથી. જેથી ગ્રામજનો માટે અડચણ પ પણ બનવા લાગ્યો છે.
ખાસ કરી મોબાઇલ ટાવરની તદ્દન નજીક તાલુકા શાળા છે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના કર્મચારીઓ ટાવર પાસેથી પસાર થવામાં ફફડાટ અનુભવે છે એવી કલેકટરને પત્રમાં ભીતિ દશર્વિી છે, તેમજ કોઇ વાવાઝોડા જેવી કુદરતી આફતમાં આ ઉંચો મોબાઇલ ટાવર નીચે આવી પડે તો મોટી દુર્ઘટના બની શકે.
જેથી બંધ હાલમાં ખડકાયેલા જોખમી મોબાઇલ ટાવરને તાકીદે ખસેડવાની માંગણી પત્રના અંતમાં પંકજભાઇ દવેએ કલેકટર સહિતને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાજ્યમાં શરૂ થઈ ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ, 24 કલાક ચાલશે સુનાવણી
November 19, 2024 03:18 PMબૉલીવુડ કોસ્ચ્યુમ ડિઝાઈનર જામનગરની વતની હેત ગઢવીનું સન્માન કરાયું
November 19, 2024 01:14 PMજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં છેલ્લા 6 મહિનાથી એક આઇડી પર કામ....લોકોને પડી રહી છે ભારે હાલાકી
November 19, 2024 01:07 PMજામજોધપુર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
November 19, 2024 12:27 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech