બૉલીવુડ કોસ્ચ્યુમ ડિઝાઈનર જામનગરની વતની હેત ગઢવીનું સન્માન કરાયું

  • November 19, 2024 01:08 PM 

બૉલીવુડ કોસ્ચ્યુમ ડિઝાઈનર જામનગરની વતની હેત ગઢવીનું સન્માન કરાયું

લાયન્સ ક્લબ વેસ્ટ દ્વારા યુવા પ્રતિભાને કરાઈ સન્માનિત

જામનગર : જામનગરની વતની અને હાલ બોલીવુડમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે પ્રસિદ્ધ હેત શેલેષભાઈ ગઢવી, જેમને ભૂલ ભુલેયા​​​​​​​ 3 સહિત અનેક સફળ ફિલ્મો અને ટીવી એડમાં નામાંકિત કલાકારોના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. તેમનું લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડિસ્ટ્રીકટ ગવર્નર ભરતભાઇ બાવીશી, રિજયન ચેરમેન કિરણબેન શેઠ,ઝોન ચેરમેન રાજેન્દ્રભાઇ રાયવડેરા, કલબના પ્રમુખ જતીનભાઈ શાહ,મંત્રી અશોકભાઈ કુબાવત,ખજાનચી હિમાંશુ મકીમ અને હેતના માતા પિતા શૈલેષભાઈ ગઢવી, લતાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે સન્માનિત હેતના પિતા શૈલેષભાઈ વર્ષોથી લાયન્સ કલબના સદસ્ય છે અને અનેકવિધ હોદાઓ તેમને મેળવેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application