ઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ: દ્વારકામાં ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત
ખંભાળિયામાં ભઠ્ઠી ચોક વિસ્તારમાં આવેલી મટન માર્કેટ ખાતે રહેતી મુસ્કાન જાવેદશા દરવેશ નામની 22 વર્ષની પરિણીત યુવતીએ શનિવારે સવારના સમયે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે છતના પીઢીયામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતકનો લગ્ન ગાળો આશરે સવા વર્ષનો હતો. આ બનાવ અંગે ઈકબાલભાઈ સલીમભાઈ શેખ (ઉ.વ. 48, રહે. રાજકોટ) એ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ પીએસઆઈ ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જયારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા નામના 28 વર્ષના ગરાસિયા યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારી હોય, ગત તારીખ 9 મી ના રોજ એકાએક તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ ઉગમણા બારા ગામના ઘેલુભા દેવાજી વાઘેલા (ઉ.વ. 59) એ સલાયા મરીન પોલીસને કરી છે.
દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી કુંભાર શેરી ખાતે રહેતા રસીલાબેન રાજેશભાઈ વેગડ નામના 55 વર્ષના મહિલાએ શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ રાજેશભાઈ મોહનભાઈ વેગડએ દ્વારકા પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech