જામનગરના ગુલાબનગર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ નિલેશભાઈ જેઠાભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાનના ભાઈ વિમલ દ્વારા આજથી આશરે ત્રણેક માસ પૂર્વે એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હોવાથી આ અંગેના મનદુ:ખના સમાધાનની વાતચીત કરવા જતા મોરઝર ગામના ભરત બાવનજી બાટા, સુભાષ વીરા રાઠોડ, ખુશાલ ઉર્ફે ગુગો રમેશ ચાનાપા અને વેરાડ ગામના અર્પિત દિનેશભાઈ પરમાર નામના ચાર શખ્સો દ્વારા લાકડા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નિલેશભાઈ પરમાર દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
જમીન દબાણ અંગેની અરજી કરતાં બાટીસાના યુવાન ઉપર હુમલો
દ્વારકા તાલુકાના બાટીસા ગામે રહેતા પ્રતાપસિંહ નંઢુભા જામ નામના ૩૦ વર્ષના હિન્દુ વાઘેર યુવાનના ખેતરની બાજુમાં આવેલી ગૌચરની તેમજ અન્ય કેટલીક જમીન ઉપર વાવેતર કરી અને બાંધકામ કરવામાં આવ્યું હોવાથી તેમની અવર-જવરનો રસ્તો બંધ થયો હોવા અંગેની ફરિયાદ અરજી તેમણે આ જ ગામના રાયશી ઉર્ફ મીયાઝરભા જોધાભા જામ અને ખેરાજભા ભીખાભાઈ જામ સામે કરતા આનાથી ઉશ્કેરાઈ ગયેલા ઉપરોક્ત બંને શખ્સો તથા અન્ય એક મોબાઈલ નંબર ધરાવતા મેવાસા ગામના ગોપાલ ભરવાડ નામના શખ્સો દ્વારા તેમને બિભત્સ ગાળો કાઢી, માર મારી, અને ૨૪ કલાકમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech