જામનગર-દ્વારકા લોકસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા પૂનમબેન માડમની ત્રીજી વખત પસંદગી થતાં તેમજ આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂનમબેન માડમને શુભેચ્છા સાથે કાર્યકર્તાઓની બેઠક પટેલ સમાજ ખાતે ગઈકાલે સાંજે ધ્રોલ ખાતે યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં શુભેચ્છકો અને ટેકેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, લખધીરસિંહ જાડેજા, ચંદ્રીકાબેન અઘેરા, પ્રવિણાબેન શુકલ, નવલભાઈ મુંગરા, ભરતભાઈ દલસાણિયા, અશોકસિંહ જાડેજા, ડી.ડી. જીવાણી, કિશોરભાઈ મઠવી, દેવકરણભાઈ ભાલોડિયા, મયુરસિંહ જાડેજા, ભૂમિત ડોબરિયા, ભાવનાબેન શિયાર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈને પૂનમબેન માડમ દ્વારા કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech