વેપારીઓમાં રોષ : આરોપીઓએ પુછયા વીના દુકાનમાંથી માલસામાન ઉપાડયો
દ્વારકા મહાજન બજારમાં જલારામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને પત્રકાર મહેન્દ્ર કકકડ પર ગઇકાલે બપોરે બે વાગ્યાની આસપાસ તેમની દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ પુછયા વગર માલસામાન ઉપાડી લેવા અને તે બાબતે બોલાચાલી થતા દુકાનદારને અજાણ્યા શખ્સોએ સૌપ્રથમ બિભત્સ ગાળો આપતા અને બાદમાં પત્રકાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાત્કાલીક અસરથી 100 નંબર પર પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે, આ બનાવને પગલે અસરગ્રસ્ત દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ વિધિવત ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
બનાવની જાણ થતા શહેરના વેપારીઓ તથા યુવા રઘુવંશી આગેવાનો ફરીયાદી સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને હુમલો કરનાર શખ્સો વિરુઘ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા રજુઆતો કરેલ, બનાવના માલે દ્વારકાના રઘુવંશી સમાજ તથા પત્રકારોમાં ઘેરા રોષની લાગણી ફેલાઇ છે.
આ બનાવના મામલે જીલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડેય સુધી વાત પહોંચી જતા જીલ્લા પોલીસવડાએ સ્થાનીક પોલીસ સાથે વાતચીત કરેલ અને દ્વારકા પીઆઇ ટી.સી. પટેલે ફરીયાદ નોંધાી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech