રાજકોટમાં કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઉદયપુર ગોવા સહિતના શહેરોમાં સહેલગાહે લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કરવાની ફરિયાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શખ્સની આગોતરા જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગે ખુદ પીડિતાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા (ઉ.વ.૨૮, રહે. અટીકા ફાટક પાસે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્ક રાજકોટ)નું નામ આપી ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે, ઘરે બેઠા ઓનલાઇન ફ્રીલાન્સિંગ કામ કરે છે. માતા વીમા કંપનીમાં નોકરી કરે છે. તે છ-સાતેક મહીના પહેલા તેણી યુનીવર્સિટી રોડ પંચાયત ચોકથી આગળ આવેલ એકેડમી ખાતે આઇલેટ્સના ક્લાસીસમાં લેક્ચરર તરીકે કરતી હતી.
દરમિયાન ૨૦૨૪માં મોબાઇલમાં રહેલ બમ્બલ નામની એપ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ પ્રેમજાળમાં ફસાવીને ગઇ તા.૧૮/ ૧૦/ ૨૦૨૪ના સ્ટાફની બર્થ-ડે પાર્ટીમાં અમરેલીના ધારી (ગીર) ખાતે આવેલ હિલ વ્યુ રિસોર્ટમાં લઇ જઇ લગ્નની લાલચ આપી ફોસલાવી શારીરીક સંબંધ બાંધેલ હતો. ત્યારબાદ જુદા જુદા દિવસોએ ઉજ્જૈન, ઉદયપુર, ગોવા સહિતના સ્થળોએ ફરવા ફરવા માટે લઈ જઈ તેમજ રાજકોટની હોટલમાં શારીરિક શોષણ કરી લગ્ન માટે ફરી ગયો હોવાથી આ ફરિયાદ કરવામાં આવી હતી. ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 મુજબનો શારીરિક શોષણનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરતા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી,
જેમાં સરકાર વતી હાજર થયેલા એપીપી મુકેશ પીપળીયાએ જામીન અરજી નામંજૂર કરવા રજૂઆતો કરી હતી કે આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય ગુનો છે અને આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં અને આવા લગ્નના વચનો આપી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના અને બાદમાં સ્ત્રી સાથે લગ્ન ન કરી ગુના આચરવાનું દુષણ રોકવા આવા ગુનાના આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ નહીં, તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech