આજે મોડી રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે, ભારતીય વાયુસેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ આ હુમલો કર્યો, જેમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઓપરેશનમાં, ભારતીય સરહદથી જ સચોટ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના કોઈપણ મથકને નિશાન બનાવવામાં આવ્યું ન હતું; કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કેન્દ્રિત રહી.
ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’નો પડઘો હવે પાકિસ્તાનની અંદર પણ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે આ સર્જિકલ સ્ટ્રાઈકમાં કેટલાક ખૂબ જ સંવેદનશીલ અને કુખ્યાત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં બહાવલપુરની જામી મસ્જિદ સુભાનઅલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે જૈશ-એ-મોહમ્મદનું કથિત મુખ્યાલય છે. આ ઉપરાંત કોટલીમાં હિઝબુલ મુજાહિદ્દીનના તાલીમ કેન્દ્રનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ એ જ સ્થળો છે જ્યાં વર્ષોથી હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા વૈશ્વિક આતંકવાદીઓ છુપાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech