સ્પે. આસી. ગ્રાન્ટ પાર્ટ-1 અને 6 માટે ા. 121 કરોડનાં કામોની સૈદ્ધાંતિક મંજુરી: ગાંધીનગર, નવાગામ ઘેડ, કાલાવડ નાકા, વ્હોરાના હજીરા અને ગોકુલનગર પમ્પીંગ સ્ટેશન માટે 1.34 કરોડ
જામનગર મહાપાલિકાની સ્ટે. કમિટીની આજે એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ા.130.65 કરોડનાં કામોને મંજુરી આપવામાં આવી હતી. સ્પે. આસી. ગ્રાન્ટ પાર્ટ-1 અને 6 માટે ા. 121 કરોડનાં કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી જયારે ગાંધીનગર, નવાગામ ઘેડ, કાલાવડ નાકા, વ્હોરાના હજીરા અને ગોકુલનગર પમ્પીંગ સ્ટેશન માટે 1.34 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. આ કામોની સેદ્ધાંતિક મંજુરી અપાઇ છે અને હવે ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવશે.
શુએઝ પમ્પીંગ સ્ટેશન ચલાવવા માટે ઇલેકટ્રો મીકેનીકલ વર્કસ ઓફ પમ્પીંગ મશીનરી તેમજ ઇકવીપમેન્ટ અને સીવીલ વર્ક મેઇટેનન્સ રીપેરીંગનો 12 માસનો કોન્ટ્રાકટ મંજુર કરવા ા. 1.34 લાખ અને નાગેશ્ર્વર જતા સંત રોહીદાસ સ્મશાનમાં સ્ટ્રીટલાઇન અને પોલ નાખવા ા. 1.12 લાખ તેમજ પીપી મોડલ આધારિત રિલાયન્સ ઇન્ડ. નાં સહકારથી ટાઉનહોલનું સર્કલ રીનોવેશન અને ડેવલોપમેન્ટ કરવા માટે સૈદ્ધાંતિ મંજુરી અપાઇ હતી તેમજ ગુલાબનગર ખાતેની ડમ્પ સાઇટ ઉપર લીગેસી ગેસ પ્રોસેસીંગનાં કામ માટે ા.637 લાખ મંજુર કરાયા હતા. શ્રાવણ માસમાં લોકડાયરાનાં 50 હજાર મંજુર કરાયા હતા.
સ્ટે.કમીટીમાં વોર્ડ નં.10 અને 11 માં બીમ કેસ બેરીયરનું રીટેન્ડરીંગ કરવા ઇસ્કોન મંદિરથી શેલ્ટર હોમ સુધી સીસી રોડ બનાવવા માટે 10 લાખ, મયુર ટાઉનશીપથી શાલીગ્રામ હોસ્પિટલ સુધી સીસી રોડ બનાવવા માટે 10.90 લાખ વોર્ડ નં. 5,9,13,14માં સીસી. પેચવર્ક માટે 18.49 લાખ, વોર્ડ નં. 15માં ખાનગી સોસાયટીમાં લોકભાગીદારીથી સીસી રોડ અને બ્લોક માટે ા.20 લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં વોટર પાઇપલાઇન નેટવર્ક માટે ા. 1.32 લાખનો વધારાનો ખર્ચ, સમર્પણ પાસે પાઇપલાઇન વધારાનો 14.95 લાખ ખર્ચ મંજુર કરાયો હતો.
જામનું ડે અને પાબારી હોલ વિસ્તારમાં પાઇપલાઇન માટે ા.12.22 લાખ મંજુર કરાયા હતાં, આ કમીટીમાં મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ તેમજ 10 સભ્યો હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech