પિતૃકૃપા અને માતૃકૃપા ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈને લઈ અગાઉ પણ અનેક વખત માથાકૂટ થઈ ચૂકી છે. ત્યારે વધુ એક વખત ધંધાકીય હરીફાઈ સબબ માથાકૂટ થતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. ઉપલેટામાં બસ લઇ પેસેન્જર ફરવા જતા અહીં માતૃ કૃપા ટ્રાવેલ્સનું બુકિંગ કરનાર શક્તિ ટ્રાવેલ્સની ઓફિસેમ્બરના બે શખસોએ પિતૃકૃપા બસના ક્લિનરને ઉપલેટામાં બસ લઇ પેસેન્જર ભરવા આવવું નહીંતર ટાંટિયા ભાંગી નાખીશું તેવી ધમકી આપી હતી. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં પિતૃકૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં રહેતા લક્કીરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ 25) દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેતન રબારી અને તેના પુત્રનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી પિતૃકૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરે છે અને રાજકોટથી પોરબંદર પર ચાલતી ટ્રાવેલ્સમાં ક્લિનર તરીકે પાંચ દિવસથી જાય છે.
ગઇ તારીખ 13/5 ના બપોરના પિતૃકૃપા ટ્રાવેલ્સમાં ચાલતી એકતા મીની બસ તેમાં ડ્રાઇવર વિશ્વરાજસિંહ ગોહિલ હતા અને ફરિયાદી ક્લીનર હોય બસ લઈને રાજકોટથી પોરબંદર ગયા હતા. પોરબંદરથી પરત રાજકોટ આવતા હતા ત્યારે સાંજના સમયે ઉપલેટામાં જીન મીલ ચોક પાસે પહોંચ્યા હતા અહીં ધોરાજી જેતપુર ગોંડલ અને રાજકોટના પેસેન્જર બસમાં બેસાડતા હતા. ત્યારે શક્તિ ટ્રાવેલ્સની ઓફિસ વાળા કેતન રબારી અને તેનો પુત્ર ફરિયાદી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ઉપલેટાની અંદર બસ લાવવાની નહીં અને અહીંયાથી પેસેન્જર તમારી બસમાં બેસાડવા નહીં જેથી કરીયાદી એ કહ્યું હતું કે કેમ અહીંયાથી પેસેન્જર ના બેસાડીએ જેથી કેતને કહ્યું હતું કે જો હવે ઉપલેટામાં બસ લઇ પેસેન્જર ભરવા માટે આવશો તો તમારા ટાંટિયા ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જે અંગે તેમણે ટ્રાવેલ્સના માલિક વિજયસિંહ જાડેજાને વાત કર્યા બાદ આ ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીની પિતૃકૃપા ટ્રાવેલ્સની બસ ઉપલેટામાંથી પેસેન્જર લેવા માટે જતા માતૃ કૃપા ટ્રાવેલ્સનું ઉપલેટા ખાતે બુકિંગ કરનાર શક્તિ ટ્રાવેલ્સના આ પિતા-પુત્રએ ધંધાકીય હરીફાઈનો ખાર રાખી ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech