લોક સમસ્યાના નિકાલ માટે ‘આજકાલ’ ચલાવશે ખાસ ઝુંબેશ-ચંદ્રેશ જેઠાણી

  • June 02, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના નં.૧ સાંઘ્ય દૈનિક ‘આજકાલ’ ની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે પારિવારિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. આ પ્રસંગે આજકાલના એડીટર ઇન ચીફ અને એમ.ડી.ચંદ્રેશભાઇ જેઠાણીએ જામનગરમાં લોક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને આજકાલ ખાસ ઝુંબેશ ચલાવશે, તેમ જણાવ્યું હતું. આજકાલની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એજન્ટો અને વિતરક ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લઇ આજકાલ સાથેના સંસ્મરણો વાગોળી સોશ્યલ મીડીયાના પડકારો વચ્ચે પણ આજકાલને નં. ૧ રાખવાની પ્રતિબઘ્ધતા એકઅવાજે વ્યક્ત કરી હતી. 



જામનગરના નં. ૧ સાંઘ્ય દૈનિક આજકાલની વર્ષ ૨૦૨૪-૨૫ ની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો શહેરના ભાગોળે આવેલા કેશવારાસ ગાર્ડ રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આજકાલના એજન્ટો અને વિતરકભાઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પારિવારિક વાતાવરણ વચ્ચે યોજાયેલા લવાજમ યોજનાના મેગા ડ્રોમાં ઉપસ્થિત મહેમાનો અને એજન્ટો તથા વિતરકભાઇઓને આવકારવામાં આવ્યા હતા, ત્યારબાદ આજકાલ દૈનિકના એડીટર ઇન ચીફ અને એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા તથા સીટી એજન્ટો સહિતના એજન્ટો તથા મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બન્ને જિલ્લાના ઉપસ્થિત એજન્ટોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 



આ પ્રસંગે આજકાલ દૈનિકના એડીટર ઇન ચીફ અને એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણીએ ઉપસ્થિત આજકાલ પરિવારના સર્વે એજન્ટ મિત્રો અને વિતરકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. 


તેમણે જણાવ્યું હતું કે, આજકાલ દૈનિકની રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર અને અમદાવાદ પાંચ આવૃતિમાં જામનગર નં. ૧ છે, આ વાતનું મને ગૌરવ હંમેશા છે. આજકાલની દર વર્ષે નવું આપવાની ખાસ નેમ રહી છે. ત્યારે આ વર્ષે પણ આ નેમ યથાવત રહેશે.


 જે અનુસાર ગત વર્ષે લવાજમમાં વિશેષ મહેનતાણું  આપવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પણ ૩૦ જુન સુધી લવાજમ ભરનાર એજન્ટો અને વિતરકોને ખાસ મહેનતાણું અપાશે. જેથી વિતરકભાઇઓને મુશ્કેલી પડે નહીં. દરેક અખબારનું સરકયુલેશન વધે તે માટે મેનેજમેન્ટના પ્રયાસો સતત રહે છે. પરંતુ આજકાલ દૈનિકનું મેનેજમેન્ટ વિતરકો અને એજન્ટોની પડખે હરહંમેશ ઉભું રહ્યું છે.


 આથી આજકાલનું જેટલું પણ સરકયુલેશન છે એટલું જાળવી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો. આટલું જ નહીં ખાસ કરીને જામનગરમાં લોકસમસ્યાના નિકાલ માટે આજકાલ દૈનિક ખાસ ઝુંબેશ ચલાવશે અને ઇન્વેસ્ટીગેશન જર્નાલીઝમ પર ભાર મુકવામાં આવશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. અખબારનો ધર્મ સમાજને આગળ વધારવાનો છે. આથી આગામી દિવસોમાં જામનગરમાં ગ્રીન સીટી, સાયબર ક્રાઇમ અવેરનેસ સહિતની વિશેષ ઝુંબેશ ચલાવાશે. શહેરનું ડેવલોપમેન્ટ વઘ્યું છે અને નવા વિસ્તારો ભળ્યા છે, ત્યારે આ વિસ્તારની સમસ્યાઓને પણ વાચા આપવામાં આવશે.


જેથી આ વિસ્તારોમાં પણ અન્ય વિસ્તારોની જેમ આજકાલનું સરકયુલેશન વધુમાં વધુ થઇ શકે અને વિતરકો અને એજન્ટ ભાઇઓને લાભ થાય, તે માટેના સતત પ્રયાસ કરવામાં આવશે. તેમ જણાવી તેમણે ઉપસ્થિત એજન્ટો અને વિતરકભાઇઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


આજકાલના ૨૦૨૪-૨૫ ની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં ઉપસ્થિત અન્ય એજન્ટો અને મહેમાનોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. જેમાં એજન્ટ અને વિતરક ભાઇઓએ આજકાલ સાથેની સફરના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે સાથે વર્તમાન સમયમાં સોશ્યલ મીડીયાના પડકારો વચ્ચે પણ આજકાલ સાંઘ્ય દૈનિકને નં. ૧ રાખવાની પ્રતિબઘ્ધતા વ્યક્ત કરી હતી. 


આજકાલનો મેગા ડ્રો કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે આજકાલના એમ.ડી. અને એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, જામનગર આજકાલના નિવાસી તંત્રી તારીક ફા‚ક (પપ્પુખાન), રાજકોટથી આવેલા જનરલ મેનેજર અતુલભાઇ જોશી, આજકાલના ટેરેટરી હેડ અજય શર્મા, હરેશ ધામી અને અજય વ્યાસ તથા સમગ્ર આજકાલ પરિવારના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
​​​​​​​

જેમાં તંત્રી વિભાગના સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, આ ઉપરાંત પત્રકાર રમેશભાઇ ભટ્ટી, પારસ સાહોલીયા, અતુલ મહેતા, તેજશ ગજરા, આજકાલ ડીઝીટલ વિભાગના મુસ્તાક દલ, ફોટોગ્રાફર મિતેષ દાઉદીયા, અદનાન જોખીયા, સાગર સંધાણી, એડ વિભાગના હિત કનખરા, મનોજ મહેતા, કોમ્પ્યુટર વિભાગના વડા હિતેષ માતંગ, જય છાટબાર, ચિરાગ કોઠારી, આકાશ ધાપા, મશીન વિભાગના સુનીલ મહેતા, પારસ ચૌહાણ, જયેશ વારા, શબીરભાઇ, હાર્દિક વાણીયા ઉપરાંત એકાઉન્ટન્ટ હાર્દિક રાઠોડ, જયસુખ રાઠોડ, અશોકભાઇ મોતીવરસ સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો અને ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ડ્રો સંપન્ન થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application