દિલ્હી હાઈકોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળ દરમિયાન "ભગવાન અને પૂજા સ્થાન"ના નામ પર કથિત રીતે મત માંગીને આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવા બદલ છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ અરજી અયોગ્ય છે.
કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અરજીને ખોટી રીતે રજુ કરવામાં અઆવી હતી.કારણ કે અરજદારે ત્યારે કોર્ટનો સંપર્ક કર્યો હતો જ્યારે ચૂંટણી પંચે સમાન રાહતની માંગણી કરતી તેમની રજૂઆત પર કોઈ નિર્ણય લીધો ન હતો. ત્યારે અરજદાર મુજબ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. તેમાં કોઈ પણ જાતની યોગ્યતા ન હોવાથી અરજી ફગાવી દેવામાં આવી છે એવું ન્યાયાધીશ સચિન દત્તાની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વકીલ આનંદ એસ જોંધલેએ દિલ્હી હાઈકોર્ટમાં પીએમ મોદી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી . તેણે પીએમ મોદી અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. અરજીકર્તાએ પીએમ મોદી પર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે વોટ માંગવાનો આરોપ લગાવ્યો હતો.
જોંધલેએ કોર્ટ પાસે માગણી કરી હતી કે ચૂંટણી પંચને નિર્દેશ આપે કે વડાપ્રધાનને 'પ્રતિનિધિત્વ અધિનિયમ' હેઠળ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકે. સાથે જ પીએમ મોદીને ધાર્મિક દેવી-દેવતાઓ અને ધર્મસ્થળોના નામે વોટ માંગવાનું બંધ કરવા સૂચના આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમએ 9 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભાષણ આપતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
અરજદારે કહ્યું હતું કે પીએમ મોદીએ માત્ર હિન્દુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામ પર વોટ માંગ્યા નથી, પરંતુ વિરોધી રાજકીય પક્ષોને મુસ્લિમોની તરફેણ કરતા કહીને તેમની વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી ભારત સરકારના વિમાનો અને હેલિકોપ્ટરમાં દેશભરમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે અને આ દરમિયાન તેઓ દરેક જગ્યાએ સમાન ભાષણ આપવાની યોજના બનાવી રહ્યા છે.
જોંધલનું કહેવું હતું કે પીએમ મોદીના ભાષણો મતદારોમાં જાતિ અને ધર્મના આધારે નફરત પેદા કરી શકે છે. અરજદારે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી. આમાં તેણે કહ્યું હતું કે પીએમ મોદી કહે છે કે તેમણે રામ મંદિર બનાવ્યું, કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કર્યો અને અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવ્યાં. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે તાત્કાલિક વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
પીએમ મોદીના ક્યા ભાષણ પર છે વિવાદ?
9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું છે. તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે એવું લાગે છે કે આ તેમનો મેનિફેસ્ટો નથી પરંતુ મુસ્લિમ લીગનો છે.
તેમણે એમ પણ કહ્યું કે ભાજપ શીખોની સાથે મજબૂતીથી ઉભી છે. પીએમએ લંગર વસ્તુઓ પર જીએસટી માફ કરવાના અને કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના ભાજપ સરકારના નિર્ણય વિશે પણ વાત કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech