નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને બજેટ રજૂ કરવા માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે અને આ સાથે નિર્ણાયક કાર્ય પણ બજેટની રજૂઆત પહેલાં પૂર્ણ થયું છે. હવે નાણાં પ્રધાન સંસદ કેમ્પસમાં સ્થિત ગૃહમાં બજેટ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારામણને મોં મીઠું કરાવ્યું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે અને વચગાળાના બજેટ 2024 માટે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆતમાં, નાણાં પ્રધાને, કેન્દ્ર સરકારના લક્ષ્યોનો ઉલ્લેખ કરતી વખતે, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વસ' સાથે મોદી સરકારની દ્રષ્ટિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ પરિવર્તનનાં છે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી આગળ વધી છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરકાર માટે સમાજ કલ્યાણ જ શાસનનું મોડેલ છે. અમે ભાઇ-ભત્રીજાવાદ ખતમ કર્યો અને 25 કરોડ લોકોને ગરીબી માંથી બહાર કાઢ્યા છે. પીએમના નેતૃત્વમાં દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. વિકાસમાં બધાની ભાગીદારી અમારું લક્ષ્ય છે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે,ચાર કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech