સંવત 2080 ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે બ્લોકબસ્ટર વર્ષ સાબિત થયું હતું જેમાં 82 કંપ્નીઓએ વર્ષ દરમિયાન આઈપીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 1.08 ટ્રિલિયન મેળવ્યા હતા. સંવત 2080નું વર્ષ હજુ પૂરું નથી થયું અને કેટલીક કંપ્નીઓની જાહેર ઓફરો હજુ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી હોવાથી આ રકમ વધી શકે છે.
સંવત 2080 દક્ષિણ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઇ મોટર્સનો આઈપીઓ સૌથી મોટો હતો જેને ભારતીય બજારમાં રૂ. 27,000 કરોડની મેગા ઓફર સાથે આવ્યો હતો. જે આઈપીઓ રૂટ દ્વારા એકત્ર કરવામાં આવેલી સૌથી વધુ રકમ છે.
બીજી તરફ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓને રોકાણકારો તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. તેના રૂ. 6,560-કરોડના આઈપીઓ માટે 3.2 ટ્રિલિયન રૂપિયાની બિડ મળી, લગભગ 9 મિલિયન અરજીઓ મેળવી અને ટાટા ટેક્નોલોજીના અગાઉના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. ઉલ્લેખનીય છે કે, ટાટા ટેક્નોલોજિસે પણ આ જ સંવત વર્ષમાં તેનો આઈપીઓ લોન્ચ કર્યો હતો.
આ વર્ષે જાહેર થયેલા અન્ય મુખ્ય ખેલાડીઓમાં ભારતી હેક્સાકોમ, ઇન્ડિયન રિન્યુએબલ એનજીર્ ડેવલપમેન્ટ એજન્સી, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ, બ્રેનબીસ સોલ્યુશન્સ (ફર્સ્ટક્રાય), ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, પ્રીમિયર એનજીર્ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. આ વર્ષે વોડાફોન આઈડિયા તરફથી રૂ. 18,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર પણ જોવા મળી હતી.
આ ઉછાળો મોટાભાગે શેરબજારની મજબૂત કામગીરી, તમામ શ્રેણીઓમાં મજબૂત રોકાણકારોની ભાગીદારીને કારણે છે. મધ્યમથી લાંબા ગાળામાં મજબૂત વૃદ્ધિની આશામાં અમુક આઈપીઓ માટે પ્રીમિયમ ચૂકવીને પણ રોકાણકારો ભારતીય કંપ્નીઓ પર મોટો દાવ લગાવીને વિશ્વાસ બતાવી રહ્યા છે. મહેતા ઇક્વિટીઝના રિસર્ચ માટેના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે ઘણા પબ્લિક ઇસ્યુને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, મજબૂત લિસ્ટિંગના ફાયદાથી પ્રાથમિક બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
આવતી સંવતમાં પણ આઈપીઓમાં આવી જ વૃદ્ધી રહેવાની આશા છે. અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા ધરાવતી કંપ્નીઓમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ), વિશાલ મેગા માર્ટ, એનટીપીસી ગ્રીન એનજીર્, ઓએનજીસી ગ્રીન એનજીર્, સતલુજ જલ વિદ્યુત નિગમ (એસજેવીએન), અને સ્વિગીનો સમાવેશ થાય છે.અન્ય આવનારી ઓફરોમાં, 28 કંપ્નીઓને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસેથી મંજૂરી મળી છે અને પબ્લિક ઓફરિંગ દ્વારા આશરે રૂ. 49,889 કરોડ એકત્ર કરવાનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech