ગઈકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયા પછી આજે બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાઇબ્રન્ટ વિકાસની ગેરંટી જેવું સન 2024 -25 નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું હતું. ગુજરાતના વિકાસના રોડ મેપની ઝલક દર્શાવતું આ બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ વધી ગયું છે અને બજેટનું કુલ કદ 3 લાખ કરોડના અંકને પાર કરી ગયું છે. ત્યારે બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને અપાયું છે.
બજેટ દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ માટે કરાઇ 2586 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
• વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે `૯૫૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે `૫૫૦ કરોડની જોગવાઇ .
• વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે `૪૦૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ `૧૮૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે `૩૧ કરોડની જોગવાઇ.
• મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે `૩૭૨ કરોડના ખર્ચે આયોજન. જે પૈકી `૧૭ કરોડની જોગવાઇ.
• ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે `૨૦ કરોડની જોગવાઇ.
• બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે `૨ કરોડની જોગવાઇ.
• પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્સનો વ્યાપ વધારવા માટે `૧ કરોડની જોગવાઇ.
• દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે `૭ કરોડની જોગવાઇ.
• વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે `૨ કરોડની જોગવાઇ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech