લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડ્યા પછી આજે તેમાં ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે જમ્મુ કશ્મીર અને હિમાલયન રીજીયનમાં વરસાદ અને હિમ વરસાદ છે તે ઉપરાંત અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફંકાય રહ્યા છે અને તેના કારણે આજે ગરમીનો પારો નીચે ઉતર્યેા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ભુજમાં ૧૮.૮ નલિયામાં ૧૭ અમરેલીમાં ૧૮ ભાવનગરમાં ૧૯.૪ દ્રારકામાં ૨૩.૮ ઓખામાં ૨૨.૪ પોરબંદરમાં ૧૮ રાજકોટમાં ૧૯.૬ અને વેરાવળમાં ૨૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં બે ડિગ્રી પોરબંદરમાં અઢી ડીગ્રી અને વેરાવળમાં એક ડિગ્રી જેટલો ઘટાડો તાપમાનમાં થયો છે. ભુજ નલિયા અમરેલી ભાવનગર દ્રારકા રાજકોટ વગેરે સેન્ટરોમાં તાપમાનમાં મામુલી ઘટાડો થયો છે. પરંતુ આવતીકાલથી નોંધપાત્ર ફેરફાર થશે અને સરેરાશ ત્રણ ડીગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે. જોકે આમ થવાથી ઠંડીની અનુભૂતિ નહીં થાય પરંતુ ગરમીમાં રાહત મળશે.દરમિયાનમાં ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લાના લખની ધાનેરા સહિતના વિસ્તારોમાં સામાન્ય જાપટુ પડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech