ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
૧૪ એજન્ટોએ દોઢ વર્ષમાં ૮૦૦ ગુજરાતીઓ અને ૭૦૦ અન્ય રાજ્યના લોકોને વિદેશ મોકલ્યા
ગેરકાયદે રીતે ગુજરાતીઓને વિદેશ લઈ જવાના કેસમાં આરોપીઓ હજુ ફરાર છે. થોડાક દિવસો પહેલા ગેરકાયદે વિદેશ જઈ રહેલા ગુજરાતીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીઓની બાતમી આપવા બદલ ઈનામની જાહેરાત કરી છે. બાતમી આપનારને ૨૫ હજારનું ઈનામ આપવામાં આવશે. તેમજ ૬ એજન્ટોની સામે ૨૫-૨૫ હજારનાં ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં અમનદિપ, બિપીન દરજી, પંકજ પટેલ તેમજ રાકેશ રાય, ઝાકીર શૈખ, રજની ઉર્ફે શની નામનાં આરોપીઓનો સમાવેશ થાય છે.
ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં ૧૪ એજન્ટોએ દોઢ વર્ષમાં ૮૦૦ ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હોવાની જાણકારી મળી છે. આ કાબુતરબાજોએ ગુજરાત બહારનાં ૭૦૦ લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા છે.
દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે આ મામલે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાટ્રી એરપોર્ટ પર તેમની આ ડંકી ફ્લાઈટનો પર્દાફાશ થયો હતો અને ત્યાંથી જ વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ.
જે સમગ્ર મામલે આઈપીસીની કલમ ૧૨૦ બી, ૨૦૧, ૩૭૦ મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. ફ્રાન્સના વાટ્રી એરપોર્ટથી પરત આવેલાં ૬૬ પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને તેમને ગેરકાયાસર રીતે વિદેશ મોકલ્યા હોવાનુ પણ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech