સાઉથ સ્ટાર અલ્લુ અર્જૂનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના પહેલા ભાગની જેમ આ ભાગમાં પણ અલ્લુ અર્જૂન સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે. હવે ફિલ્મના સેટ પરથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક વાયરલ થયો છે, જેને જોયા બાદ ચાહકોની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્રીવલ્લીના લૂકની પહેલી ઝલક એટલે કે પુષ્પા 2ની રશ્મિકા મંદાના જોવા મળી છે. વીડિયોમાં રશ્મિકાએ સિગ્નેચર રેડ સાડી પહેરી છે. તેમજ વાળમાં ગજરો પણ લગાવ્યો છે. આ લૂકએ ફરીથી ચાહકોને રશ્મિકાના દિવાના બનાવી દીધા છે. વીડિયોમાં અભિનેત્રી ચારે બાજુથી ઘેરાયેલી છે અને શૂટિંગ માટે સેટ પર જઈ રહી છે. તેને જોઈને ત્યાં ઊભેલા ફેન્સ પણ તેણીનો ફર્સ્ટ લૂક જોઈ ઉત્સાહિત થયા છે.
રશ્મિકાના આ વીડિયોને તેના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે- આ શ્રીવલ્લીનો ફર્સ્ટ લૂક છે. હવે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. પુષ્પાઃ ધ રાઈઝમાં શ્રીવલ્લીનું પાત્ર રશ્મિકા મંદાનાને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પછી રશ્મિકાની લોકપ્રિયતા પણ વધી છે. ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જૂનની કેમેસ્ટ્રી પણ જોવા જેવી હતી. હવે અભિનેત્રી તેના બીજા ભાગમાં પણ જોવા મળશે. રશ્મિકાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આ ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' કરતા પણ મોટી હશે.
રશ્મિકાએ કહ્યું હતું કે પુષ્પા 2ને બ્લોકબસ્ટર બનાવવા માટે દરેક જણ સખત મહેનત કરી રહ્યા છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2' આ વર્ષે 15 ઓગસ્ટે ઘણી ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech