હાલ સમગ્ર વિશ્વની નજર એશિયા ઓલિમ્પિક ગેમ્સ પર છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં નજર કરીએ તો આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી. આ ગેમ્સ એથેન્સ, ગ્રીસમાં યોજાઈ હતી. ગેમ્સમાં કુલ 12 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ઇવેન્ટ એથ્લેટિક્સની હતી. પ્રથમ ગોલ્ડ મેડલ ઈવેન્ટ ટ્રિપલ જમ્પમાં હતો. જેમાં અમેરિકાનો જેમ્સ બ્રેન્ડન કોનોલી પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. આ જીત સાથે તે ઓલિમ્પિક મેડલ ઈતિહાસમાં ગોલ્ડ જીતનાર પ્રથમ એથ્લેટ બની ગયો છે.
યુનિવર્સિટીએ રજા આપવાનો કર્યો હતો ઇનકાર
પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ 6 થી 15 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. જ્યારે કોનોલીને ઓલિમ્પિક ગેમ્સ વિશે ખબર પડી ત્યારે તેણે તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું. તે સમયે તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્પેશિયલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે તેણે રમત-ગમતમાં ભાગ લેવા માટે રજા માંગી ત્યારે તેને ના પાડી દેવામાં આવી. એવું કહેવામાં આવ્યું હતું કે, તેનો એકમાત્ર વિકલ્પ યુનિવર્સિટી છોડવાનો હતો. સ્પોર્ટ્સમાં જશો તો પાછા આવીને ફરી એડમિશન લેવું પડશે.
તેના જવાબમાં કોનોલીએ કહ્યું હતું કે હું ન તો રાજીનામું આપી રહ્યો છું અને ન તો હું ફરીથી એડમિશન લઈશ. એમ કહીને તેણે ઓલિમ્પિકમાં ભાગ લેવા જવાનું નક્કી કર્યું. પરંતુ 19 માર્ચ 1896ના રોજ, તેણે માત્ર એક સેમેસ્ટર પછી કોલેજ છોડવાનું નક્કી કર્યું. તે સમયે જેમ્સ 27 વર્ષનો હતો.
ઓલિમ્પિકમાં ચાર મેડલ જીત્યા
જેમ્સ બ્રેન્ડન કોનોલીએ 1896ની ઓલિમ્પિક ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા હતા. ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ ઉપરાંત ઉંચી કૂદમાં સિલ્વર મેડલ અને લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 1900માં પેરિસમાં આયોજિત ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. અહીં તેણે ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેળવ્યો હતો. તે સમયે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આપવામાં આવતો ન હતો. પ્રથમ સ્થાને રહેલાને સિલ્વર અને બીજાને બ્રોન્ઝ મળ્યો. ત્રીજા સ્થાન માટે કોઈ પુરસ્કાર નહોતો. જો કે, બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અમેરિકાએ અગાઉ ઓલિમ્પિકમાં 12માંથી 9 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
મૂળ આઇરિશ હતો કોનોલી
કોનોલીનો જન્મ અરન ટાપુઓના ગરીબ આઇરિશ ઇમિગ્રન્ટ માછીમાર જ્હોન કોનોલી અને એન ઓ'ડોનેલને ત્યાં થયો હતો. તે તેના માતાપિતાના 12 બાળકોમાંનો એક હતો. જેમ જેમ તે મોટો થઈ રહ્યો હતો તેમ તેમ બોસ્ટનમાં પાર્ક અને મેદાનોની રમતની સંસ્કૃતિ વધી રહી હતી. કોનોલી અન્ય છોકરાઓ સાથે શેરીઓમાં અને ખાલી જગ્યામાં રમવા માટે બહાર જતો હતો. કોનોલીએ 1904 ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ એથ્લેટ તરીકે નહીં પરંતુ પત્રકાર તરીકે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech