લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત–ચીન સંબંધો પાટા પર આવે તેવી શકયતાઓ છે. આ માટે ભારત દ્રારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પૂર્વી લદ્દાખમાં સરહદ મુદ્દે, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સૈનિકો પરત લાવવા સંબંધિત સમસ્યાઓ લગભગ ૭૫ ટકા હલ થઈ ગઈ છે પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધતું લશ્કરીકરણ છે. તેમણે સ્વિત્ઝરલેન્ડમાં થિંક ટેન્ક 'જિનીવા સેન્ટર ફોર સિકયુરિટી પોલિસી' સાથે સંવાદ સત્રમાં આ વાત કહી હતી.
જયશંકરે કહ્યું કે જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં હિંસક અથડામણોએ ભારત–ચીન સંબંધોને સર્વગ્રાહી રીતે અસર કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે સમસ્યાનો ઉકેલ શોધવા માટે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આપણે થોડી પ્રગતિ કરી છે. લગભગ સૈનિકો પાછા ખેંચવા સંબંધિત લગભગ ૭૫ ટકા સમસ્યાઓ હલ થઈ ગઈ છે. આપણે હજુ પણ કેટલીક બાબતો કરવાની છે પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે આપણી સેનાઓને એકબીજાની નજીક લાવી છે અને આ અર્થમાં સરહદનું લશ્કરીકરણ કરવામા આવી રહ્યું છે. તેમણે કહ્યું, અમને આશા છે કે જો સૈનિકો પાછા ખેંચવા અને શાંતિ થવાના મુદ્દાનો ઉકેલ મળી જાય, તો અન્ય શકયતાઓ પર વિચાર કરી શકીએ.
ભારતીય અને ચીની સૈનિકો પૂર્વી લદ્દાખમાં કેટલાક ઘર્ષણ બિંદુઓ પર સ્ટેન્ડ ઓફમાં રોકાયેલા છે, તેમ છતાં બંને પક્ષોએ વ્યાપક રાજદ્રારી અને લશ્કરી વાટાઘાટો બાદ ઘણા વિસ્તારોમાંથી સૈનિકોને છૂટા કરવાનું કાર્ય પૂર્ણ કયુ છે. ભારત સતત કહેતું આવ્યું છે કે યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.
ભારત–ચીન સંબંધોને જટિલ ગણાવતા જયશંકરે કહ્યું કે ૧૯૮૦ના દાયકાના અતં ભાગમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય હતા અને તેનો આધાર સરહદ પર શાંતિ હતી. ૧૯૮૮માં યારે સ્થિતિ સુધરવા લાગી ત્યારે આપણે અનેક કરાર કર્યા, જેનાથી સરહદ પર સ્થિરતા આવી.
વિદેશ મંત્રીએ કહ્યું, ૨૦૨૦માં જે થયું તે ઘણા કરારોનું ઉલ્લંઘન હતું એવા કારણોસર જે હજુ પણ અમને સંપૂર્ણપણે સ્પષ્ટ્ર નથી; અમે આના પર અનુમાન લગાવી શકીએ છીએ. તેમણે કહ્યું, ચીને વાસ્તવમાં સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પર ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા અને સ્વાભાવિક રીતે જ આપણે આપણા સૈનિકો પણ મોકલ્યા હતા. આપણા માટે તે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તે સમયે આપણે કોવિડ લોકડાઉન સમયગાળામાં હતા, જયશંકરે આ વિકાસને ખૂબ જ ખતરનાક ગણાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech