ટેક કંપનીના સ્પર્ધાત્મક નિયમોને કારણે, સામાન્ય લોકોએ મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા માટે ચૂકવવા પડ્યા જરૂરી કરતાં વધુ પૈસા
એપલને યુરોપિયન યુનિયન દ્વારા ૧.૮ બિલિયન યુરો અથવા લગભગ ૧.૯૫ બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રૂપિયામાં આ રકમ ૧૬,૧૬૮ કરોડ રૂપિયાથી વધુ છે. એપલ પર આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે તપાસમાં જાણવા મળ્યું છે કે એપલ યુઝર્સે મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા માટે જરૂરી કરતાં વધુ પૈસા ચૂકવવા પડ્યા છે.
એપલ પર લાદવામાં આવેલ દંડ અપેક્ષા કરતા ચાર ગણો વધારે છે, કારણ કે ઈયુએ બતાવવા માંગે છે કે તે ટેક કંપનીઓ સામે સખત પગલાં લેશે જેઓ ઑનલાઇન સેવાઓ માટે તેમની પ્રબળ બજાર સ્થિતિનો દુરુપયોગ કરે છે. યુરોપિયન કોમ્પિટિશન કમિશનર, માર્ગ્રેથે વેસ્ટેગરે જણાવ્યું હતું કે જ્યારે નાનો દંડ પાર્કિંગ ફાઈન કરતાં વધુ નહીં હોય, એટલા માટે ૧.૮ બિલિયન યુરોની સજા એપલ અથવા તેના જેવી અન્ય કંપનીઓને કામ કરતા અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તેણે કહ્યું, “મને લાગે છે કે જો કોઈ પ્રભાવશાળી કંપની કંઈક ગેરકાયદેસર કરે છે, તો તેને સજા કરવામાં આવશે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આવી બાબતોમાં અમારો સંકલ્પ બતાવવા માંગીએ છીએ." તેમણે વધુમાં કહ્યું, "એપલના આ વિરોધી સ્પર્ધાત્મક નિયમોને કારણે, સામાન્ય લોકોએ મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા માટે જરૂરી કરતાં વધુ પૈસા ચૂકવવા પડ્યા. એપલના નિયમોથી ગ્રાહકોને નુકસાન થયું હતું. મહત્વની માહિતીને રોકી દેવામાં આવી હતી જેથી કરીને યુઝર્સ બધી માહિતીનો ઉપયોગ કરી ન શકે અથવા પસંદગી ન કરી શકે.
આને કારણે, કેટલાક ગ્રાહકોએ વધુ ચૂકવણી કરી હશે કારણ કે તેઓને ખબર ન હતી કે તેમની પાસે અન્ય ઓપ્શન હોઈ શકે. આ દંડ એપલના વૈશ્વિક બિઝનેસના ૦.૫% છે. વિશ્વની સૌથી મોટી મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા સ્પોટીફાયએ દલીલ કરી છે કે આ પ્રતિબંધોથી એપલની પોતાની મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા એપલ મ્યુઝીકને ફાયદો થાય છે. સ્પોટીફાય સહિત અન્ય ઘણા મ્યુઝિક પ્લેટફોર્મે હંમેશા એપલના એપ સ્ટોરની ટીકા કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech