બ્રિટનમાં રહેતા એનઆરઆઈને ભારતમાં તેમની આવક પર આપવામાં આવતી ટેકસ છૂટ મર્યાદા ૧૫ વર્ષથી ઘટાડીને ૪ વર્ષ કરવામાં આવી છે. પાંચમા વર્ષથી ૫૦% ટેકસ ભરવો પડશે. તેનાથી ૫ લાખ એનઆરઆઈને અસર થશે. બ્રિટનમાં ભારતીય મૂળના વડા પ્રધાન ૫૦ હજાર એનઆરઆઈ દુબઈ શિટ થઈ શકે.
એક અહેવાલ મુજબ, નવા નિયમો બાદ લગભગ ૫૦ હજાર એનઆરઆઈ દુબઈ શિટ થવાની યોજના બનાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે દુબઈમાં વ્યકિતગત ટેકસનો દર શૂન્ય છે અને કોર્પેારેટ ટેકસ માત્ર ૯% છે. ભારતીય પ્રવાસીઓએ પણ દુબઈમાં એસેટ ટેકસ ચૂકવવો પડતો નથી. યારે લંડનમાં ૪૦% એસેટ ટેકસ ચૂકવવો પડે છે. બ્રિટનના નવા કાયદા બાદ લંડનમાં બિઝનેસ કરવામાં ભારતીયોની ચિંતા ઘટી રહી છે.
૫ વર્ષમાં ૮૩,૪૬૮ ભારતીયોએ બ્રિટિશ નાગરિકતા લીધી
તાજેતરમાં, ઋષિ સુનક સરકાર દ્રારા વારંવાર અરજીઓ કરવા છતાં ભારતીય પૂજારીઓને વિઝા ન આપવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ કારણે બ્રિટનના વિવિધ મંદિરોમાં પૂજા માટે પૂજારીઓની સંખ્યા ઘટી ગઈ હતી અને મંદિરો બધં થવાના આરે આવી ગયા હતા. આ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૮૩ હજાર ૪૬૮ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડીને બ્રિટિશ નાગરિકતા લીધી છે. આ સંખ્યા યુરોપના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છેની સરકારે બીજો કાયદો રજૂ કર્યેા છે જે ત્યાં રહેતા બિન–નિવાસી ભારતીયો પર મોટી અસર કરશે. આ કાયદાની એનઆરઆઈ પર બેવડી અસર થશે. એક તરફ, બ્રિટનમાં રહેતા એનઆરઆઈને ભારતમાં બેંક એફડી, શેરબજાર અને ભાડાની આવક પર મળતી કરમુકિત ૧૫ વર્ષથી ઘટાડીને ૪ વર્ષ કરવામાં આવી છે.
નવો કાયદો આવતા વર્ષે એપ્રિલથી લાગુ થશે. જેના કારણે બ્રિટનમાં રહેતા ૫ લાખ એનઆરઆઈને અસર થવાની છે. અત્યાર સુધી એનઆરઆઈને બ્રિટનમાં ૧૫ વર્ષ સુધી મળેલી આવક પર જ ટેકસ ચૂકવવો પડતો હતો. નવો કાયદો આવતા વર્ષે એપ્રિલથી લાગુ થશે. લંડન સ્થિત ટેકસ કન્સલ્ટન્ટ સૌરભ જેટલીએ કહ્યું કે નવા નિયમ બાદ બ્રિટનમાં રહેતા પાંચ લાખ એનઆરઆઈ માંથી લગભગ ૫૦ હજાર લોકોએ દુબઈ શિટ થવાની યોજના બનાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech