'ચિંગ'સ સિક્રેટ' અને 'સ્મિથ એન્ડ જોન્સ' ઉપરાંત ઓર્ગેનિક ચા અને હર્બલ ઉત્પાદનોમાં રોકાણ કરશે ટાટા
રતન ટાટાના ટાટા ગ્રૂપના પોર્ટફોલિયોમાં વધુ બે કંપનીઓ ઉમેરાવા જઈ રહી છે, કારણ કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમીટેડએ તેના બિઝનેસને મજબૂત કરવા માટે કેપિટલ ફૂડ્સ અને ફેબ ઈન્ડિયાને હસ્તગત કરી છે. આ માટે કંપનીએ બંને કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ ડીલ પૂર્ણ થયા બાદ આ બંને કંપનીઓ ટાટા ગ્રુપનો હિસ્સો બની જશે. ટાટા કન્ઝ્યુમરે જાહેરાત કરી છે કે તે 'ચિંગ'સ સિક્રેટ' અને 'સ્મિથ એન્ડ જોન્સ' જેવી બ્રાન્ડની પેરેન્ટ કંપની કેપિટલ ફૂડ્સને રૂ. ૫,૧૦૦ કરોડમાં ખરીદવા જઈ રહી છે. ટાટા કન્ઝ્યુમર તેમાં ૧૦૦% હિસ્સો ખરીદશે, જેના માટે ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિવાય ઓર્ગેનિક ઇન્ડિયા બ્રાન્ડની કંપની ફેબ ઇન્ડિયાને પણ રૂ. ૧,૯૦૦ કરોડમાં ખરીદશે. આ કંપની પેકેજ્ડ ઓર્ગેનિક ચા, હર્બલ ઉત્પાદનો અને અન્ય આરોગ્ય સંબંધિત ઉત્પાદનોનું વેચાણ કરે છે.
કેપિટલ ફૂડ્સની ખરીદી અંગે, ટાટા કન્ઝ્યુમરે જણાવ્યું હતું કે ૭૫% ઇક્વિટી શેરહોલ્ડિંગ અગાઉથી હસ્તગત કરવામાં આવશે અને બાકીના ૨૫% શેરહોલ્ડિંગ આગામી ત્રણ વર્ષમાં હસ્તગત કરવામાં આવશે. આ કંપની ચિંગ્ઝ સિક્રેટ નામથી ચટની, મસાલા, નૂડલ્સથી લઈને સૂપ સુધીની વસ્તુનું વેચાણ કરે છે. આ ઉપરાંત, કંપની સ્મિથ એન્ડ જોન્સ બ્રાન્ડ ઇટાલિયન અને અન્ય પશ્ચિમી વાનગીઓ ઘરે બનાવી શકાય તેવી સુવિધા પૂરી પાડે છે.
ટાટાની કંપનીએ જણાવ્યું હતું કે બજારમાં વધતી માંગને પહોંચી વળવા અને તેના બિઝનેસને નવો દરજ્જો આપવા માટે કેપિટલ ફૂડ્સનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે કેપિટલ ફૂડ્સનું અંદાજિત ટર્નઓવર આશરે રૂ. ૭૫૦ થી ૭૭૦ કરોડ છે, જ્યારે ફેબ ઇન્ડિયાનું અંદાજિત ટર્નઓવર રૂ. ૩૬૦ થી ૩૭૦ કરોડ આસપાસ છે.
ટાટા કંપની બંને કંપનીઓને રૂ. ૭૦૦૦ કરોડમાં ખરીદશે. ટાટા કન્ઝ્યુમરે કહ્યું છે કે આ ડીલ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. કેપિટલ ફૂડ્સના સ્થાપક અજય ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે ટાટા ગ્રુપ સાથે જોડાણ કરવા માટે ઉત્સાહિત છીએ. તેમણે આને ઐતિહાસિક દિવસ પણ ગણાવ્યો છે. જ્યારે ફેબિન્ડિયાના એમડી વિલિયમ બિસેલે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ લગભગ દોઢસો વર્ષથી વધુ સમયથી છે. આવી સ્થિતિમાં, અમે પણ તેમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech