દેશમાં નોકરીઓમાં ઉછાળો આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે એપ્રિલમાં 18.92 લાખ નવા સભ્યો ઉમેર્યા છે. EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા દર્શાવે છે કે આ વર્ષે માર્ચના આંકડાની સરખામણીમાં એપ્રિલમાં 31.29 ટકાનો વધારો થયો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં EPFO સભ્યોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. સદસ્યતામાં આ ઉછાળો રોજગારીની તકોમાં વધારો, કર્મચારીઓના લાભો વિશેની જાગૃતિ અને EPFOના આઉટરીચ કાર્યક્રમોની અસરકારકતાને કારણે છે, ડેટા દર્શાવે છે કે એપ્રિલ દરમિયાન લગભગ 8.87 લાખ નવા સભ્યો સંસ્થામાં નોંધાયા છે.
ડેટાનું એક નોંધપાત્ર પાસું એ છે કે તેમાં 18-25 વય જૂથનું વર્ચસ્વ છે. આ કુલ સભ્યોના 55.5 ટકા છે. પેરોલ ડેટા અનુસાર, લગભગ 14.53 લાખ સભ્યો EPFOમાંથી બહાર નીકળી ગયા હતા અને બાદમાં તેમાં ફરી જોડાયા હતા. આ આંકડો આ વર્ષના માર્ચ કરતાં 23.15 ટકા વધુ છે. પેરોલ ડેટાનું જાતિ-વાર વિશ્લેષણ દર્શાવે છે કે 8.87 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.49 લાખ નવા સભ્યો મહિલાઓ છે.
એપ્રિલમાં લગભગ 3.91 લાખ મહિલાઓ EPFOમાં જોડાઈ હતી. જે માર્ચ કરતાં લગભગ 35.06 ટકા વધુ છે. પેરોલ ડેટાનું રાજ્યવાર વિશ્લેષણ દર્શાવે છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાં નવા સભ્યો વધુ ઉમેરાયા છે. નવા જોડાયેલા સભ્યોમાં આ રાજ્યોનો હિસ્સો લગભગ 58.3 ટકા છે. મહારાષ્ટ્ર 20.42 ટકા નવા સભ્યો ઉમેરીને દેશમાં મોખરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech