શિયાળાના સમયમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ સતાવતી રહે છે. જો આ બાબતે તમે ખાસ નોંધ લીધી હોય તો શિયાળામાં આપણી ત્વચા કુદરતી રીતે ખૂબ જ શુષ્ક થઈ જાય છે. આવું એટલા માટે પણ થાય છે કારણ કે ઠંડા પવનને કારણે ત્વચામાં પાણી સુકાઈ જાય છે. આ જ કારણ છે કે સ્નાન કર્યા પછી ત્વચા શુષ્ક થઇ જાય, ખંજવાળ આવે અથવા તો બળતરા થાય, જો કે દરેક લોકોની તાસીર અલગ હોય છે. ત્યારે કેટલાક લોકોને ત્વચાને લગતી સમસ્યા શિયાળાના સમયમાં વિશેષ રીતે અસરકર્તા બની રહે છે. કેટલીક વખત યોગ્ય રીતે મોઈશ્ચરાઈઝ ન કરવું પણ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ત્યારે અહીં અમે આપને ત્વચાને સ્પર્શતી આવી સમસ્યા માટેના કેટલાક કારણો જણાવીશું.
ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવું
કેટલાક લોકો ઠંડીને કારણે ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરે છે. શિયાળાના સમયમાં ગરમ પાણીથી સ્નાન કરવાની મજા આવે છે. આ ગરમ પાણી સ્નાન કરતી વેળા ઠંડી સામે આરામ આપે છે. પરંતુ વધુ પડતા ગરમ પાણીથી ન્હાવાથી ત્વચાને નુકસાન થાય છે. કેમ કે, ખૂબ જ ગરમ પાણીથી ન્હાવાથી ત્વચામાંથી કુદરતી તેલ નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં, ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની આવશ્યકતા રહે છે. જેના કારણે ત્વચા પર બળતરા, લાલાશ અને શુષ્કતા જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ખોટા સાબુનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે ખોટા સાબુનો ઉપયોગ કરવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. સાબુમાં ઘણા બધા કઠોર રસાયણો હોય છે. જેના કારણે ત્વચા વધુ પડતી ડ્રાય થઈ જાય છે. તેથી શિયાળાના સમયમાં એવા સાબુનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને શક્ય તેટલું મોઇશ્ચરાઇઝ કરી શકે.
યોગ્ય મોઇશ્ચરાઇઝર ન લગાવવું
જે લોકો સ્નાન કર્યા બાદ મોઈશ્ચરાઈઝર નથી લગાવતા તેઓને ઘણીવાર સ્નાન કર્યા પછી તેમની ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. જેનાથી બચવા માટે પ્રથમ તો સ્નાન કર્યા બાદ સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવું.
શરીરનું ડિહાઇડ્રેટ થવું
સામાન્ય રીતે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેનું કારણ એ છે કે ડિહાઇડ્રેશન ન થાય. ત્યારે શિયાળાની ઠંડી હોય તો પણ પાણી ચોક્કસપણે પીવું જોઇએ. કેમ કે, ઠંડી હવાના કારણે શરીર તરત જ ડીહાઇડ્રેટ થઈ જાય છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech