શાહબાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ આજે યોજાયેલા મતદાનમાં વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ પહેલા શાહબાઝ શરીફે શનિવારે (2 માર્ચ) વડાપ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. મતદાન પહેલા પણ એવું માનવામાં આવતું હતું કે મતદાનના પરિણામો પીએમએલ-એનની તરફેણમાં આવશે. તેમજ શાહબાઝ શરીફ ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ઓમર અયુબ ખાને શરીફ વિરુદ્ધ વડાપ્રધાન પદ માટે નોમિનેશન ભર્યું હતું. પાકિસ્તાનમાં ગયા મહિને નેશનલ એસેમ્બલી માટે વોટિંગ થયું હતું, ચૂંટણીના પરિણામ પણ વોટિંગના દિવસે જ આવ્યા હતા. પરંતુ તે પછી તેમને વડાપ્રધાન બનાવવા અંગે કોઈ વાત થઈ ન હતી. જે બાદ આજે એટલે કે રવિવારે (3 માર્ચ) વડાપ્રધાન પદ માટે મતદાન થયું હતું. આ વોટિંગમાં શાહબાઝ શરીફે પોતાના પ્રતિસ્પર્ધીને 100થી વધુ મતોથી હરાવ્યા હતા.
શાહબાઝ શરીફની તરફેણમાં કુલ 201 વોટ પડ્યા હતા. જ્યારે ઉમર અયુબ ખાનને માત્ર 92 વોટ મળ્યા હતા. આ પછી, શાહબાઝ શરીફને વડા પ્રધાન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શાહબાઝ શરીફ આવતીકાલે એટલે કે સોમવારે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે
April 05, 2025 11:44 AMખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ
April 05, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech