ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. સાનિયા અને શોએબ વચ્ચે અંતરના સમાચાર હતા. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના સંબંધોની પુષ્ટિ કર્યા પછી, સાનિયા મિર્ઝાના પરિવાર તરફથી તેમના છૂટાછેડાને લઈને સંયુક્ત નિવેદન પણ આવ્યું. સાનિયા અને શોએબે એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતા.
જો ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમીની વાત કરીએ તો તે પણ પોતાની પત્નીથી અલગ થઈ ગયો છે. અચાનક જ સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ સમાચાર વાઈરલ થવા લાગ્યા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાનિયા મિર્ઝા અને શમી ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરી શકે છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
ઈમરાન મિર્ઝાએ કહ્યું, 'આ અહેવાલોમાં કોઈ સત્ય નથી.' થોડા દિવસો પહેલા સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીએ લગ્નને લઈને તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર ફેન્સ બંનેને એકબીજા માટે પરફેક્ટ મેચ કહેવા લાગ્યા અને અહીંથી એવા સમાચાર વાઈરલ થવા લાગ્યા કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 બાદ ક્રિકેટથી દૂર છે. શમીને સર્જરી કરાવવી પડી હતી અને હવે તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યો છે અને તેના પુનરાગમનની તૈયારી કરી રહ્યો છે. સાનિયા મિર્ઝાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેના ઘરની નેમપ્લેટ પર સાનિયા અને ઈઝાન લખવામાં આવ્યા હતા. સાનિયાના પુત્રનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech